ટંકારા તાલુકામાં કૌટુંબિક ટેન્શનમાં આવી ગયેલ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

Local | Morbi | 24 April, 2024 | 02:07 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24
મૂળ ઝારખંડના દેવધર જિલ્લાનો રહેવાસી અને હાલમાં ટંકારા નજીક આવેલ લગધીરગઢ રોડ ઉપર રાધા લક્ષ્મી સ્પિન ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંતાષ સીતારામ ગોસ્વામી જાતે બ્રાહ્મણ (30) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે તેને કૌટુંબિક ટેન્શનના કારણે આવેશમાં આવી જઈને પોતાની જાતે છતમાં લગાવેલ પંખા સાથે ગમછો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે
 

યુવાન સારવારમાં
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા રાજેશભાઈ ધીરુભાઈ (40) નામનો યુવાન ગામ પાસે સીમ વિસ્તારમાં પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી રાજેશભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે.
 

ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના મકાનસર ગામે રહેતા મીસીબેન દાસો (35) નામની મહિલા સિરામિક કારખાનામાં હતી ત્યારે કોઈપણ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મહેશભાઈ કહાંગરા કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj