(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા.19
મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે લાડલી પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં મહર્ષિ ટેક્સટાઇલ્સ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રભાઈ અતારસિંહ રાજપુત (26) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરમાંં હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ આ અંગેની કારખાનેદાર સતિષભાઈ કરમશીભાઈ મોરડીયા જાતે પટેલ (23) રહે. રામેશ્ર્વર પેલેસ બ્લોક નં-402 શિવ શક્તિ પાર્ક આલાપ રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની
વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે
દારૂ જબ્બે
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર બે-ત્રણ ની વચ્ચેના ભાગમાં આવેલ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી યુનુસભાઇ ઈશાભાઈ સુમરા જાતે સંધિ (30) રહે. વીરપરડા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેણે અશોકભાઈ બાબુભાઈ સવસેટા રહે. કોયલી (કૃષ્ણનગર) તાલુકો મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy