રાજકોટ, તા.6
ધોરાજીનો યુવક ગેરેજમાં ગાડી ભાંગતો હતો ત્યારે ગાડીમાં આગ લાગતાં યુવક દાઝી ગયો હતો. હાલ યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવની વિગત અનુસાર ધોરાજીમાં ગેરેજમાં કામ કરતો સરફરાજ ફિરોજભાઈ શેખ (ઉ.વ.24 રહે. વીસી પ્લોટ, ગોવાણી દવાખાને પાસે) નામનો યુવક ગત તા.4/5/2024 રોજ સાંજના છએક વાગ્યાની આસપાસ તેઓ બ્લુ સ્ટાર સિનેમા પાસે આવેલ એજાજભાઈ અઘાળીના ગેરેજમાં ગાડી ભાંગતો હતો. ત્યારે ગાડી ભાંગતી વખતે ડીઝલની ટાંકીમાં તિખારો લાગતાં આગ લાગી હતી. આગ લાગતાં યુવક શરીરે દાઝી ગયો હતો. બાદ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ સારવાર જણાતાં યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy