રસના ચીચોડે અન્યના ઝઘડામાં વચ્ચે પડેલ યુવક પર ચાર શખ્સોનો હિંચકારો હુમલો

Crime | Rajkot | 06 May, 2024 | 04:17 PM
નવાગામમાં આવેલ પુલ પાસેનો બનાવ : મનહર દેસાણીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયો : કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 6
નવાગામમાં આવેલ પુલ પાસે રસના ચીચોડે અન્યના ઝઘડામાં વચ્ચે પડેલ યુવક પર ચાર શખ્સોએ હિંચકારો હુમલો કરતા યુવકને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

બનાવ અંગે નવાગામ પુલ પાસે રહેતા મનહરભાઇ પ્રભુદાસ દેસાણી (ઉ.વ.ર4)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રોહિત ઉર્ફે ભગો ભોલો ગઢવી, માઉલ ગઢવી, લાલો ગઢવી (રહે. રંગીલા સોસાયટી, નવાગામ)નું નામ આપતા  કુવાડવા રોડ પોલીસે આઇપીસી 323, 324 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ મજુરી કામ કરે છે ગઇકાલે રાત્રીના સમયે નવા ગામ બસ સ્ટેન્ડ પાસે દ્વારકાધીશ પાન પર આવેલ શેરડીના રસના ચીચોડે રસ પીવા ગયેલ હતો ત્યારે રોહિત ઉર્ફે ભગો ભોલો ગઢવી સહિતના આરોપીઓ વિશાળ જાડા નામના યુવકને લાકડીથી માર મારતા હતા જેથી તે યુવાનને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ જણાવેલ કે તું સામે વચ્ચે પડેલ છો તેમ કહી તેને પણ ધોકા વડે ફટકારવા લાગેલ હતા. તેમજ ભોલા ગઢવીએ ફરસીથી હુમલો કર્યો હતો.

ઉપરાંત અન્ય શખ્સોએ ધોકાથી માર મારતા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. દરમ્યાન લોકો એકઠા થતા આરોપીઓએ ધમકી આપેલ કે જો તું રોડ પર દેખાઇશ તો તને જાનથી મારી નાખીશ કહી નાસી છુટયા હતા. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj