મોરબીના લીલાપર રોડ પર બાઈક આડે ગાય આવતાં અકસ્માત: યુવાનને કમરમાં ફેકચર થતા સારવારમાં

Local | Morbi | 25 April, 2024 | 02:32 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.25
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપરમીલ પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ગાય ઉતરતા અકસ્માત થયો હતો અકસ્માતના બનાવમાં યુવાનને કમરના ભાગે ગંભીએ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રફાળેશ્વર પાસે આવેલ ડીલક્ષ પેપરમીલ ખાતે રહેતા અશોકકુમાર નામનો યુવાન બાઈક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મીલ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક ગાય ઉતરતા અકસ્માત થયો હતો અને ગાય સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી અશોકકુમારને કમરના ભાગે ફેકચર જેવી ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે
 

મારા મારીમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કરિયા સોસાયટીમાં રહેતા અજીત મેઘાભાઈ ગઢવી (35) નામનો યુવાન મોરબીના લાતી પ્લોટ શેરી નં-3 પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં અજીતને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj