12 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપી અલ્પેશ પાતરને જીવે ત્યાં સુધી જેલ કેદની સજા

Crime | Rajkot | 08 May, 2024 | 04:53 PM
ફરિયાદી અને ભોગબનનાર બંને હોસ્ટાઈલ થયા, સરકારી સાહેદો અને મેડિકલ પુરાવાના આધારે રાજકોટ પોકસો કોર્ટના જજ બી.બી. જાદવે મહત્વનો ચુકાદો આપ્યો: ખોટો પુરાવો આપવા બદલ ભોગબનનારના ફરિયાદી ભાઈને કોર્ટે કારણદર્શક નોટિસ ફટકારી : આરોપીને 72 હજારનો દંડ
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાના કેસમાં આરોપી અલ્પેશ પાતર(રહે. બીલીયાળા, તા.ગોંડલ)ને જીવે ત્યાં સુધી જેલ કેદની સજા કોર્ટે ફટકારી છે. ફરિયાદી અને ભોગબનનાર બંને હોસ્ટાઈલ થયા હતા પણ સરકારી સાહેદો અને મેડિકલ પુરાવાના આધારે રાજકોટ પોકસો કોર્ટના જજ બી.બી. જાદવે મહત્વનો ચુકાદો આપવા સાથે ખોટો પુરાવો આપવા બદલ ભોગબનનારના ફરિયાદી ભાઈને કોર્ટે કારણદર્શક નોટિસ ફટકારી છે. સજા સાથે આરોપીને 72 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ફરિયાદી પોતાના પરિવાર તથા ભોગ બનનાર નાનીબહેન સાથે રાજકોટ મૂકામે 2022ની સાલમાં મજૂરી કામ માટે આવેલા.તે સમયે આ આરોપી અલ્પેશ જેન્તિભાઈ પાતર (રહે બીલીયાડા, તા.ગોંડલ) પણ ભોગે બનનાર તથા ફરી યાદી જે જગ્યાએ મંજુરી કામ કરવા જતા હતા. ત્યા મંજુરી કામ અર્થે આવતો ડોટા, ભોગ બનનારને પોતાની વાતોમાં ભોળવી અને પ્રેમ સંબંધ રાખવા માટે તેમજ વાતચીત કરવા માટે મોબાઈલ ફોન લઈ આવેલો ભોગ બનનાર સાથે સંબંધ કેળવી લગ્નની લાલચ આપી. ચોટીલા જૂનાગઢ, ધોરાજી, અલગ અલગ જગ્યાએ લઈ ગયેલ અને અલગ અલગ જગ્યાએ એકથી વધુ વખત શરીર સંબંધ બાંધી દુષ્કૃત્ય કરેલ જે અંગેની ફરીયાદ ભોગ બનનારના ભાઈએ યુનિવર્સિટી પોલીસ મથકમાં કરતા પોલીસે આરોપી તથા ભોગ બનનારની તપાસ કરી આરોપી વિરૂદ્ધ પોકસો કોર્ટમાં આઈપીસી કલમ 363, 366 તથા 376 (એ)(બી) અને પોકસો કલમ 6 મુજબનું ચાર્જશીટ કર્યું હતું.

કેસ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા મદદનીશ સરકારી વકીલ આબિદ સોસને હાજર રહી અંદાજીત 23થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલા અને 10 થી વધુ સાહેદોની જુબાની નોંધવામાં આવેલી.આ કેસમાં મહત્વની હકીકત એ છે કે કેસને સમર્થન કરતા મહત્વના સાહેદ એવા ભોગ બનનાર અને ફરીયાદીએ બનાવને સમર્થન આપેલ ન હતું.

પરંતુ ફરીયાદ પક્ષે રજૂ રાખવામાં આવેલ ભોગ બનનારના મેડીકલ તપાસણી દરમ્યાન ભોગ બનનારને 17 અઠવાડીયાનો ગર્ભ હોવાનું માલૂમ પડેલ.જે અંગે મેડીકલ ઓફીસરે બનાવને સંપૂર્ણ સગર્થન આપેલ.તેમજ તપાસનીશ અધિકારીએ બનાવને સમર્થન આપેલું તેજ રીતે ભોગ બનનાર જયારે મેડીકલ ચકાસણી સમયે ગર્ભના ડીએનએ માટેના જે સેમ્પલો ડોકટરે મેળવીને પરીક્ષા ગાંધીનગર મોકલવામાં આવેલા તે સેમ્પલો પણ પ્રિઝર્વેટિવ રાખવામાં આવેલા આમ ફરીયાદ પક્ષે સરકારી સાહેદો તેમજ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને પોકસો કોર્ટના જજ બી.બી.જાદવે જયારે ફરીયાદી તથા ભોગ બનતા રે બનાવને સમર્થન આપેલ ન હોવા છતા મેડીકલ એવીડેન્સને ધ્યાનમાં રાખીને આ આરોપી અલ્પેશ પાતરને આજીવન જીવે ત્યાં સુધી કેદની સજા તથા રૂ।2000નો દંડ, ફટકારેલો. ફરીયાદીને સીઆરપીસી કલમ 344 મુજબ ખોટો પુરાવા આપવા માટે કારણ દર્શક નોટીસ ઈસ્યુ કરી પોકસો કોર્ટના સ્પે.જજ બી.બી.જાદવે નોંધપાત્ર હુકમ ફરમાવેલો છે.આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આસિદ સોસન રોકાયેલ હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj