રાજકોટ, તા.6
શિવસાગર ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી. માંથી મેળવેલ લોનની વસુલાત માટે આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં થેલી ફોજદારી ફરીયાદમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી છે.
કેસની વિગત મુજબ, 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ કર્મચારી સોસાયટીમાં રહેતા મહેશભાઈ પ્રફુલભાઈ ટોળીયાએ શ્રી શિવ સાગર ક્રેડિટ કો-ઓ. સોસાયટીમાંથી રૂ1 લાખની લોન મેળવેલ. આ લોનની રકમ ભરપાઈ કરવા અંગે રૂ94,398 નો ચેક આપેલ. ચેક અપુરતા નાણાને કારણે પરત ફરેલ. મહેશભાઈને મંડળીએ પોતાના એડવોકેટ નિલેશ પટેલ મારફત નોટીસ આપેલ.
છતાં આરોપીએ રકમ ન ચૂકવતા મંડળીના ઓફીસર કિર્તીભાઈ લક્ષ્મીદાસ પટેલે રાજકોટના ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. કેસ ચાલતા ફરિયાદીના વકીલે કરેલી લેખિક મૌખિક દલીલ, રજૂ કરેલ પુરાવા, ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ કોર્ટે મહેશભાઈ ટોળિયાને તકસીરવાન ઠેરવી, છ માસની સજા અને ચેક મુજબનું વળતર ફરીયાદીને બે માસમા ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં ફરીયાદી મંડળી વતી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, નિકુંજબેન સાકરીયા, સહાયક રેખાબેન ઓડેદરા, રીધ્ધીબેન પીલોજપરા, દિપાલીબેન નકુમ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy