રાજકોટ,તા.27
રાજકોટમાં આવેલી ગોંડલ નાગરિક સહકારી બેન્ક લી.એ કરેલા ચેક રિટર્ન કેસમાં આરોપી શશિભુષણ ભાસ્કરભાઈ દવેને નવ માસની કેદની સજા થઈ છે.રાજકોટ શહેરના મોટી ટાંકી ચોકમાં આવેલી ગોંડલ નાગરિક સહકારી બેન્ક લી.માંથી શશિભુષણ દવેએ રૂ।,00,000ની લોન લીધી હતી. શશિભુષણભાઈએ લોનના ચડત હપ્તાની રકમ ચુકવવા માટે ફરીયાદી બેન્કને રૂ।9,000નો ચેક આપેલો. જે રિટર્ન થતા નોટિસ બાદ પણ રકમ ન ચૂકવતા બેન્ક દ્વારા આરોપી વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરેલો.
આરોપી સામે કેસ ચાલી જતા ફરિયાદીના વકીલે કરેલી દલીલો અને રજૂ રાખેલા દસ્તાવેજી પુરાવા તેમજ ટાંકેલા વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ રાજકોટના સાતમાં અધિક ચીફ જયુડી.મેજી. જે.એસ.પ્રજાપતિએ શશિભુષણ દવેને તકસીરવાન ઠેરવી 9 માસની સાદી કેદની સજા અને એક માસમાં ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના સાદા વ્યાજે વળતર પેટે ન ચૂકવે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી બેન્ક વતી રાજકોટના એડવોકેટ દિવ્યેશ વી.શેઠ કેવલ કે.શેઠ અને વિનીત પી.શેઠ રોકાયેલા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy