ગત તા.30/6/2019 ના રોજવિસાવદર ના રહીશ અસલમ રજાક મોદી તથા રજાકભાઈ હાસમભાઈ મોદી તથા અન્ય આઠ અજાણ્યા માણસો વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી, એકસંપ કરી પોલીસ સ્ટેશનમાં આવી જાહેર જગ્યાએ જોર જોરથી દેકારો કરી, ભૂંડી ગાળો બોલી, પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, ભારતીય દંડ સહીતાની કલમ 143, 186, 294(ખ) તથા 393 મુજબનો ગુનો આરોપીઓ વિરુદ્ધ દાખલ થયેલો હતો.
આ કેસ વિસાવદરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા, આરોપીના વકીલોની રજૂઆતોને ધ્યાને લઈ તારીખ 1/5 ના રોજ વિસાવદર ના મેજિસ્ટ્રેટ સૌમિત્ર ત્રિવેદીએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.સદરહું કેસમાં આરોપીઓ તરફે વકીલ અતુલ ડી. દવે (મો.નં.91735 10822) તથા અરવિંદ આર. ઠાકોર (મો.નં.98791 89166)રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy