સાવરકુંડલાની તરૂણીના અપહરણનાં બનાવમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા

Crime | Amreli | 23 April, 2024 | 01:43 PM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.23
સાવરકુંડલા તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 16 વર્ષ 6 માસની તરૂણીને સાવરકુંડલા તાલુકાનાં કાનાતળાવ ગામે રહેતો આરોપી નીતિનભાઈ કાળુભાઈ ચૌહાણ સાથે પ્રેમસબંધ હોય. જેથી આંબરડી ગામેથી અન્ય આરોપીની મદદથી ગત તા. 14/4/19નાં સાંજે 6 વાગ્યાનાં સમયે તેણીનાં વાલીના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગયાની ફરિયાદ જે તે સમયે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં તરૂણીનાં પિતાએ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે આરોપી વિરૂધ્ધ આઈપીસી કલમ 376 તથાપોકસો એકટ કલમ 4, 8, 18 મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગેનો કેસ સાવરકુંડલા ખાતે આવેલ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ વિકાસભાઈ વડેરાની ધારદાર દલીલને સ્પે. પોકસો કોર્ટનાં જજ ડી.એસ. શ્રીવાસ્તવે માન્ય રાખી આરોપી નીતિન કાળુભાઈ ચૌહાણ રે. કાનાતળાવને આઈપીસી 363, 366માં 7 વર્ષની સખ્ત કેદ તથા રૂા. 10 હજારનો દંડ તથા આઈપીસી 376 અને પોકસો 4 માં આરોપીને કસુરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદ તથા રૂા. 10 હજાર દંડની સજાનો તથા આ બનાવમાં ભોગ બનનાર તરૂણીને રૂા. 4 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj