મુંબઈ :
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી પૂરજોશમાં ઉજવાય હતી. હવે તાજેતરના અપડેટ્સ મુજબ, મુંબઈમાં લગ્ન સમારોહ નિમિતે વિશ્ર્વ પ્રખ્યાત સિંગર એડેલે, ડ્રેક અને લાના ડેલ રે આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્નમાં ગ્લેમરસ પર્ફોર્મન્સ આપવા માટે તૈયાર છે. તેઓ તેમના લગ્નના રિસેપ્શન માટે 12મી જુલાઈથી 14મી જુલાઈ સુધી પરફોર્મ કરવા માટે ટોચના સંગીતકારો સાથે ચર્ચા કરી રહ્યા છે.
સૂત્રોએ દાવો કર્યો કે, "હાલમાં વાટાઘાટો ચાલુ છે.” ઈટાલીના પોર્ટોફિનો ટાપુ પર બનેલી ઉજવણીનો આ જ સિલસિલો છે, જ્યાં પિટબુલ, ધ બેકસ્ટ્રીટ બોયઝ અને ઇટાલિયન ઓપેરા કલાકાર એન્ડ્રીયા બોસેલી દ્વારા અદ્ભુત સંગીતનું પરફોર્મન્સ અપાયું હતું.
તો આ સાથે સેવામાં પણ અગ્રેસર એમ અંબાણી પરિવારે 2 જુલાઈના રોજ, તેમના સૌથી નાના પુત્ર અનંતના લગ્ન પહેલા, નીતા અને મુકેશ અંબાણીએ લગ્ન માટે મહારાષ્ટ્રના પાલઘરમાં પચાસથી વધુ ઓછી આવક ધરાવતા યુગલોનું આયોજન કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy