(મીલન ઠકરાર)
વેરાવળ, તા.6
તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળની શાળાઓ દ્વારા વર્ષ-2024ના પરીણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા સાજીદભાઇ કાઠીની પુત્રી આદિયાએ ધો.2 માં 96.33 ટકા મેળવી કાઠી પરીવારનું ગૌરવ વધાર્યું હતું. આદિયા પહેલા ધોરણથી જ ભણવામાં હોશિયાર છે.
માતા-પિતાના આશીર્વાદ અને વેરાવળની સૌરભ પ્રાથમિક શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આદિયા અભ્યાસ સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ અવ્વલ છે. તાજેતરમાં જ સૌરભ પ્રાથમિક શાળા દ્વારા વર્ષ-2024ના પરિણામ પત્રક જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં કાઠી આદિયા સાજીદભાઇએ ધો.2 ના 6 વિષયના 600માંથી 578 ગુણ મેળવી 96.33 ટકા પ્રાપ્ત કરેલ છે. આથી શાળા પરીવાર સહિતનાઓએ આદિયાને અભિનંદન આપવામાં આવ્યા છે. આદિયાએ ધો.2 ના વિષય જેવા કે, ગુજરાતીમાં 98, ગણિતમાં 99, અંગ્રેજીમાં 95, હિન્દીમાં 97, ચિત્રકલામાં 92 અને સર્જનાત્મક પ્રવૃતિમાં 97 ગુણ મેળવી કાઠી પરીવારનું ગૌરવ વધાર્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy