ભાવનગરના તળાજા પંથકમાં શિક્ષણ બાદ રસ્તા અને પાણીના મામલે મતદાન બહિષ્કારની ચીમકી

Local | Bhavnagar | 20 April, 2024 | 11:34 AM
જો બોલ્યુ પળાય તો 20 થી વધુ બુથ પર નહિ થાય મતદાન
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.20
જિલ્લાના તળાજા તાલુકાના પાદરી (ભં) ના લોકોએ રસ્તા બાબતે અને સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નં.147 સામે શ્રમિકોને માટે બંધ પડેલ પાણીના સ્ટેન્ડ શરૂ નહીં કરવામાં આવેતો મતદાન નો બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ નજીકના દસેક ગામડાઓના ખેડૂતોએ ટી.પી. સ્કીમના વિરોધમાં બોલાવેલ સંમેલનમા ટી.પી સ્કીમ નાબૂદ કરવામાં નહિ આવેતો મતદાન નો બહિષ્કાર ની ચીમકી આપ્યા બાદ ધારડી ગામના લોકોએ શાળાના ઓરડા બનાવવાની માગ સંતોષવા નહિ આવેતો મતદાન થી અળગા રહેવામાં આવશે નું આવેદનપત્ર આપ્યા બાદ આજે પાદરી(ભં) ગામના લોકોએ રસ્તાના મામલે ગામના ધૂળિયા રસ્તાપર પ્રદર્શન કરેલ.આગેવાનો એ આક્રોશ સાથે કહ્યું હતુંકે ચાર વર્ષથી ખરાબ રસ્તા ને કારણે પરેશાન થઈએ છીએ.સત્તા સ્થાને રહેલ લોક પ્રતિનિધિ અને અધિકારીઓ બંને ને વારંવાર રજુઆત કરવા છતાંય આજ સુધી કોઈજ પરિણામ ન મળતા આખરે મતદાનનો બહિષ્કારની ચીમકી આપવી પડીછે.

અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે શ્રમિકો માટે લડત આપતા સુખદેવસિંહ ગોહિલ એ મેરિટાઇમ બોર્ડમાં રજુઆત કરી છેકે પ્લોટ 147 સામે મજૂરો ને પીવા અને વાપરવા માટે દરરોજ બે કલાક પાણી આપવામાટે સ્ટેન્ડ ખોલવામાં આવેલહતું.એ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે.જેના કારણે મજૂરોને એક તરફ મંદી અને બેરોજગારી નો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યાં હવે પાણી પણ વેચાતું લેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

મેરીટાઈમ બોર્ડ ને પગલાં લેવા નો આદેશ છતાંય કોઈજ કાર્યવાહી ન થતા બુથ મા આવતા મતદારો મતદાન થી અળગા રહશે.આમ તળાજા પંથકમા ટી.પી સ્કીમ,શિક્ષણ, રસ્તા અને પાણીના મામલે મતદાન નો બહિષ્કાર ની ચીમકીઓ ઉચ્ચારવામા આવી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj