ચાની ચુસ્કી સાથે મિત્રતા બંધાયા બાદ મહિલાએ હનીટ્રેપમાં ફસાવી 10 લાખ માંગતા યુવકે ફિનાઇલ પી લીધું

Local | Rajkot | 27 April, 2024 | 04:15 PM
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો યુવક દોઢ વર્ષ પહેલાં પોપટપરામાં રહેતી યુવતી સાથે પરિચયમાં આવ્યા બાદ ખબર પડી કે તે એક સંતાનની માતા છે: યુવકને ધરારીથી સબંધ રાખવા દબાણ કરી પોલીસમાં ખોટી દુષ્કર્મની અરજી આપી ’તી
સાંજ સમાચાર

►યુવક તાબે ન થતાં પિતાને ફોનમાં ગાળો આપી ધરે ઘસી જઈ ટોળકીએ હંગામો કર્યો: યુવકને સારવારમાં ખસેડાયો

►અનેક યુવાનોને યુવતીએ ફસાવ્યાં હોવાનો આક્ષેપ: ગાંધીગ્રામ પોલીસમાં તેના વિરુદ્ધ અરજી પણ થયેલ છે

રાજકોટ. તા.27
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતી યુવતીએ અનેક યુવાનોને હનીટ્રેપમાં ફસાવી રૂપીયા પડાવવા ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલે એક યુવકે યુવતી વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી પણ આપેલ છે. યુવકને પણ હનીટ્રેપમાં ફસાવી રૂ.3 લાખની માંગણી કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

રાજકોટ. તા.27

ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો યુવક દોઢ વર્ષ પહેલાં ચા પીવા મળેલ યુવતી સાથે પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન થોડાં સમયમાં જ યુવતી એક સંતાનની માતા હોવાનું સામે આવતાં યુવકે તેની સાથે છેડો ફાડવાનો પ્રયાસ કરતાં છંછેડાયેલ યુવતી અને તેની સાથેના સાગરીતોએ હનીટ્રેપમાં ફસાવી દસ લાખ રૂપિયાની માંગણી કરતાં યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં 24 વર્ષીય યુવકે પોતાના ઘરે ગઈકાલે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારજનો દ્વારા તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

વધુમાં મળેલ વિગત અનુસાર, આપઘાતનો પ્રયાસ કરનાર યુવક ડ્રાઇવિંગ કામ કરે છે. તે દોઢ વર્ષ પહેલાં શહેરમાં કોઈ સ્થળે મિત્રો સાથે ચા પીવા માટે ગયો ત્યારે ત્યાં તેમની મુલાકાત પારૂલ (નામ બદલાવેલ છે)  નામની યુવતી સાથે થઈ હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં થોડા સમયમાં યુવકને જાણ થઈ કે, યુવતી એક સંતાનની માતા છે અન્ય યુવક સાથે પણ સબંધ હોવાની જાણ થઈ હતી. જે બાબતે તેણી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તું આ અન્ય યુવક સાથેના અનૈતિક સબંધ ભૂલી નવી ઝીંદગી શરૂ કરવાં અને તો જ અપનાવવાનું કહેતાં યુવતી ઉશ્કેરાઈ હતી અને ઝઘડો કર્યો હતો. જે બાદ તેને યુવક વિરૂદ્ધ પ્ર. નગર પોલીસ મથકમાં અરજી પણ આપી હતી.

જે બાદ યુવકને વારંવાર યુવતી હેરાન કરતી હોય જેથી તેના સાગરીતોએ વચ્ચે આવી પોલીસમાં આપેલ અરજી પાછી ખેંચી લેવાં અને સમાધાન કરવા માટે રૂ.10 લાખની માંગણી કરી હતી. જે બાબતે યુવકે તેના પિતાને વાત કરતાં તેઓએ રૂપીયા આપવાની ના પાડી હતી. જે બાદ યુવતી અને તેના સાગરીતો સાથે મળી યુવક અને તેના પિતાને ફોન કરી ગાળો આપતાં અને ઘરે ઘસી જઈ હંગામો કરી ધમકી આપી હતી કે, હવે તમને બંનેને દોડતાં કરી દેવા છે. જે બાબતે યુવકના પિતાએ તેને ઠપકો આપતાં અંતે કંટાળીને યુવકે પગલું ભર્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj