મુંબઈ: બેગેજ ટ્રેકર વેબસાઈટ luggagelosers.com તમામ એરલાઈન્સની દુનિયાભરનાં એરપોર્ટસ પરથી ખોવાયેલા લગેજને ટ્રેક કરવાનું કામ કરે છે. આ વેબસાઈટના ડેટા મુજબ એર ઈન્ડિયાનું લગેજ હેન્ડલિંગ ખાતું સૌથી રેઢિયાળ હોવાનું જોવા મળે છે?
આ લિસ્ટ મુજબ વિશ્વભરની તમામ એરલાઈન્સમાંથી એર ઈન્ડિયા લગેજ ખોવાની બાબતમાં નંબર વન છે. આ વેબસાઈટના ડેટા મુજબ એર ઈન્ડિયાએ એક મહિનામાં લગભગ 43,680 લગેજ ખોઈ નાખ્યાં છે.
એનો મતલબ કે એક દિવસમાં સરેરાશ 1456 બેગ એર ઈન્ડિયાના ટ્રાવેલરોની ખોવાઈ જાય છે. એર ઈન્ડિયામાં જો તમે મુસાફરી કરતા હો તો 2.42 ટકા ચાન્સ છે કે તમારો સામાન ખોવાઈ જાય. ઈન્ડિયાની સ્પાઈસ જેટનો પર્ફોર્મન્સ પણ આ બાબતે બહુ સારો નથી. એક મહિનામાં સ્પાઈસ જેટમાં 11081 બેગ ખોવાઈ ગઈ છે.
ભારતીય એરપોર્ટ પર વિવિધ એરલાઈન્સ દ્વારા એક મહિનામાં 74938 બેગ ખોવાઈ જાય છે. મતલબ કે 85માંથી એક પેસેન્જર ઈન્ડિયન એરપોર્ટ પર સામાન ગુમાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy