રાજકોટ, તા.26
રાજકોટમાં તાપમાનનો પારો ફરી એક વખત ઉંચે ચડવા લાગ્યો છે ત્યારે શહેરમાં સૌથી વધુ તાપમાન સામાકાંઠે ગ્રીન લેન્ડ ચોકડી તથા કોઠારીયા, આજી ડેમ, મોરબી રોડ જેવા વિસ્તારોમાં નોંધાયુ હોવાનું બહાર આવ્યું છે જયારે રેસકોર્સ જેવા હરીયાળા ક્ષેત્રોમાં તાપમાન પ્રમાણમાં ઓછું રહ્યું છે.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોનો તાપમાનના આંકડા એકત્રીત કરવામાં આવતા હોય છે જેમાં એવું બહાર આવ્યું છે કે રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી તથા મોરબી રોડ પર સૌથી વધુ 40.પ9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જયારે આજી ડેમ અને કોઠારીયામાં 40.પ1, અટીકામાં 40.પર તથા પ્રદ્યુમન પાર્કમાં 40.પ0 ડિગ્રીનું તાપમાન હતું. શહેરમાં ઘટતા વૃક્ષોને હરીયાળીને કારણે આ વિસ્તારોમાં તાપમાન વધુ હતું જયારે સૌથી વધુ વૃક્ષો છે તેવા રેસકોર્સ વિસ્તારમાં 3પ.93 ડિગ્રી કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 3ર.8પ ડિગ્રી તથા સોરઠીયા વાડીમાં 33.31 ડિગ્રી અને ત્રિકોણબાગે 3ર.99 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
બીજી તરફ સૌથી વધુ ઘોંઘાટ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તારમાં 69.ર4 ડેસીબલ નોંધાયો હતો. આ સિવાય ત્રિકોણબાગે પણ ઘોંઘાટનું પ્રમાણ વધુ માલુમ પડયુ હતું જયારે અન્ય મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રમાણ 63 થી 64 ડેસીબલ આસપાસ રહ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy