સાડા પાંચ કિલો ગાંજા સાથે ગોંડલનો અકરમ રાઠોડ ઝબ્બે

Crime | Rajkot | 19 April, 2024 | 11:51 AM
ઓરિસ્સાથી લાવ્યો હોવાની ટ્રક ડ્રાઇવર આરોપીની કબૂલાત, રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મિયાત્રા અને તેમની ટીમની કામગીરી: એએસઆઈ જયવિરસિંહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને અરવિંદભાઈ દાફડાની બાતમી : આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.19
રાજકોટ રૂરલ એસઓજીની ટીમે સાડા પાંચ કિલો ગાંજા સાથે આરોપી અકરમ રફીક રાઠોડ (ઉ.વ.33, રહે. ગોંડલ વોરાકોટડા રોડ, હુડકો સોસાયટી)ને ઝડપી લીધો હતો. ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હોવાની ટ્રક ડ્રાઇવર આરોપીએ કબૂલાત આપી છે. રાજકોટ રૂરલ એસઓજી પીઆઈ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મિયાત્રા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

વિસ્તૃત માહિતી મુજબ, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય, જે ચૂંટણી શાંતિ પુર્ણ રીતે પસાર થાય તે હેતુસર રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા ગેરકાયદેસર માદક- પદાર્થ રાખી હેરાફેરી કે, વેચાણ કરતા શખ્સો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, તેમજ હાલ રાજયમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને વધતો અટકાવવા માટે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા એન.ડી.પી.એસ. એકટ મુજબના વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હતી. જે અનુસંધાને રાજકોટ રૂરલ એસ.ઓ.જી શાખાની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, અકરમ રાઠોડે પોતાના રહેણાક મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. બાતમી આધારે દરોડો પાડતા આરોપીના ઘરમાંથી રૂ.54,350ની કિંમતનો 5 કિલો 435 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ કબ્જે કરાયા હતા અને ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. 

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળે કે, તે છાપરા પાસે આવેલી કોઈ કંપની માટે જૂની ટાયર ટ્યુબ ભરવા ટ્રક લઈ ઓરિસ્સાના કટક ગયો હતો. ત્યાંથી ગાંજો લાવ્યો હતો. આ કામગીરી એસઓજી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ. જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિંહ જાડેજા, અમિતભાઈ કનેરીયા, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ ખાચર, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, ડ્રા.હેડ કોન્સ્ટેબલ નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj