ક્રેડીટ કાર્ડધારકો માટે મહત્વના સમાચાર

થર્ડ પાર્ટી એપથી તમામ ક્રેડીટ કાર્ડ ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી કરવી પડશે

India | 04 July, 2024 | 04:02 PM
આરબીઆઈ દ્વારા ક્રેડીટકાર્ડથી ચૂકવણી અંગેના નિયમોમાં ફેરફાર
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.4
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈ, 2024થી લાગૂ થઈ ચૂક્યા છે. જેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)ના માધ્યમથી કરવુ પડશે. જેનુ મેનેજમેન્ટ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. 

ટોચની બેન્કો એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પોતાના બાકી બિલની ચૂકવણી કરવા માટે થર્ડ પાર્ટી એપ CRED, PhonePe, Amazon Pay અને Paytmની મદદથી ઉપયોગ કરી શકશો નહીં. બેન્કિંગ સંસ્થાઓ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ પ્લેટફોર્મ સાથે રજિસ્ટર્ડ ન હોવાના લીધે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બિઝનેસ અને કસ્ટમર્સ માટે પેમેન્ટ કલેક્શન પ્રોસેસને વધુ સારી અને અનુકૂળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી હતી.

નિષ્ણાત અનુસાર, આ સિસ્ટમ ગ્રાહકોને બેન્ક બ્રાન્ચિંસ અને કલેક્શન સ્ટોર જેવા ફિઝિકલ આઉટલેટના નેટવર્કની સાથે સાથે દેશભરમાં એપ અને વેબસાઈટ જેવા વિભિન્ન ડિજિટલ ચેનલ્સના માધ્યમથી સરળતાથી ચૂકવણી કરવા સક્ષમ બનાવે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેન્ક અને અન્ય ટોચની બેન્કોના ક્રેડિટ કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે આ નવા નિયમો લાગૂ થશે નહીં. આ બેન્કો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે રજિસ્ટર્ડ છે. જેથી ગ્રાહકો પોતાની પેમેન્ટ જરૂરિયાત માટે થર્ડ પાર્ટી એપનો સરળતાથી ઉપયોગ કરી શકશે.

એસબીઆઈ, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અ સારસ્વત બેન્ક ઇઇઙજ પર રજિસ્ટર્ડ છે. તદુપરાંત એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ઈન્ડિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યસ બેન્ક પણ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj