રવિવારે ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સાથે સર્વરોગ નિદાન કેમ્પ

Local | Dhoraji | 18 April, 2024 | 12:15 PM
કેમ્પમાં દર્દીઓ, સગાઓ માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા રાખવામાં આવેલ છે
સાંજ સમાચાર

( ભોલુ રાઠોડ દ્વારા,) ઉપલેટા તા. 18
 

સ્વ. જયાબેન જીતુભાઈ ઝાલા ના સ્મરણાર્થે કેમ્પનું આયોજન કરાયું છે.ઉપલેટા શહેરમાં 25 વર્ષ થયા માનવતાના દરેક કાર્યોમાં જે સંસ્થા એક પણ દિવસ રજા રાખ્યા વગર તેમની સેવાઓ અવિરત પણ 
ચાલુ છે.

 માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દરરોજ 150 થી વધુ ગરીબ દર્દીઓ નિરાધાર વૃદ્ધો તેમજ રખડતા પાગલો અને પાનેલી ગામ માં રહેતા નિરાધાર વૃદ્ધોને ટિફિન સેવા પુરી પાડવામાં આવે છે તેમજ ગરીબ ઝુંપડપટ્ટી ના 70 થી વધુ ગરીબ બાળકોને દરરોજ સાંજે વિનામૂલ્ય એજ્યુકેશન સેવા સાથે ભણતર તેમજ દરરોજ પોષ્ટીક નાસ્તો તેમજ આજુબાજુ વિસ્તારના બહેનો માટે રોજગાર સેવા જેમાં મહેંદી ક્લાસ, બ્યુટી પાર્લર, તેમજ સીવણ ક્લાસના માં ક્લાસ તેમજ માનવસેવા ટ્રસ્ટ દ્વારા નાના અબોલ જીવો ની સેવા કરવામાં આવે છે જેમાં ઉપલેટા શહેરના દરેક બાયપાસ રોડ ઉપર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચબૂતરા બનાવવામાં આવેલા છે જેમાં નાનાં અબોલ જીવોને દરરોજ ને માટે ચણ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

 એ સિવાય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લગતી સેવાઓ દ્વારા મજેઠી ગામમાં રામવન તેમજ ઉમાવનનું સફળ આયોજન થઈ રહ્યું છે જેનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ ના સનિષ્ઠ કાર્યકર દિનેશ સાહેબ કણસાગરા તેમજ જગમાલભાઈ ડાંગર કરી રહ્યા છે આ પ્રોજેક્ટમાં  2024 થી પણ વધુ વૃક્ષોનું અને ખાસ કરીને આયુર્વેદિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે સાથે સાથે માનવસેવા ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવાઓ પણ અનેક વર્ષોથી કરવામાં આવે છે જેમાં દર મહિને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

 જેમાં આજના આ વખતના દાતા તરીકે સ્વ. જયાબેન જીતુભાઈ ઝાલા ના સ્મરણાર્થે હસ્તે મારુતિ ઇન્ડસ્ટ્રીઝ જીતુભાઈ ઝાલા દ્વારા આ કેમ્પ નો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવેલ છે તો આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા તમામ રોગો જેમાં નાના બાળકોને લગતા તમામ દાંતના રોગો તેમજ દાંત ને લગતા મોટાઓના કોઈપણ પ્રકારની દાંત ની સમસ્યાઓ સ્થળ ઉપર જ સારવાર નિદાન ડોક્ટર ફોરમ મેઘપરા દ્વારા કરી આપવામાં આવશે. તેમજ આ કેમ્પમાં રાજકોટ થી ખાસ ડો સોલંકી સાહેબ ખાસ કરીને ચામડી રોગ હરસ મસા ભગંદર તેમજ કોઈપણને કપાસી ને લગતી સમસ્યા હોય તો સ્થળ ઉપર જ કપાસી કાઢી આપવામાં આવશે.

 આ કેમ્પમાં રાજકોટના ખ્યાતનામ ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય સાહેબ હાથ પગ કમર મણકા કે શરીરના કોઈપણ દુખાવા માટે સ્થળ ઉપર જ સારવાર નિદાન કરી આપશે. તેમજ આ કેમ્પમાં ખાસ વિશેષ સેવા માટે ચાંદનીબેન ઉપાધ્યાય તેમજ પ્રોફેસર મોદી સાહેબ સ્થળ ઉપર સુજોક સારવાર નિદાન દ્વારા દર્દીઓને ઘણી રાહત કરી આપશે ચાંદનીબેન ઉપાધ્યાય દ્વારા ખાસ કરીને બહેનો માટે કમર અને પગના દુખાવા માટે આધુનિક મશીનો દ્વારા માલિશ કરી આપશે અને કોઈપણ દુખાવામાં સ્થળ ઉપર રાહત કરી આપશે.

આ કેમ્પ ની તારીખ 21/ 4/ 2024 ને રવિવારે સવારે 9 થી 12 વાગ્યે સ્થળ શ્રી ગુરુ નાનક દેવ મંદિર જુલેલાલ હોલ વીજળી રોડ ઉપલેટા ખાતે રાખવામાં આવેલ  છે કેમ્પ માં આવતા તમામ દર્દીઓ તેમજ તેમના સગાઓ માટે ભોજન વ્યવસ્થા માનવસેવા ટ્રસ્ટ ના રસોડે રાખવામાં આવેલ છે.

 આ કેમ્પમાં ખાસ કરીને આંખના ઓપરેશન માટે આવતા દર્દીઓ માટે આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.વધુ માહિતી માટે સંસ્થાના પ્રતિનિધિ લાલજીભાઈ રાઠોડ દિનેશ કણસાગરા ડોક્ટર અર્જુન બાબરીયા સંજયભાઈ માકડીયા કેશુ બાપા સીણોજીયા, કેશુ બાપા લાડાણી,ગોવિંદ સાહેબ ધામેચા, રમેશભાઈ આહુજા, આણનંદભાઈ બાવરીયા, જીવનભાઈ મદલાણી દિલીપભાઈ મહેતા, સી ડી પટેલ, રસિકભાઈ ઝાલાવાડીયાનો આપ આપ સંપર્ક કરી શકો છો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj