રાજકોટ, તા.19
મંદિરની જગ્યા પચાવી પાડવા બાબતે સાધુને વીજ કરંટ આપતાં દાઝી જતાં સાધુને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પડધરીમાં બાપાસીતારામ મઢુલીમાં વર્ષોથી સાધુ સેવા પૂજા કરે છે.
બનાવની વિગત મુજબ શિવધરગીરી ગંગાધરગીરી ગવકરણ (ઉ.વ.90 રહે. બાપાસીતારામ મઢુલી પડધરી) નામનાં સાધુને તેજ ગામનાં બે શખ્સોએ શોર્ટ આપતાં દાઝી જતાં સાધુને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બપાસીતારામ મઢુલીના મહંત શિવધરગીરીએ જણાવ્યું કે ગઈ કાલે તેઓ બાપાસીતારામ મઢુલીએ હતાં ત્યારે તે જ ગામનાં જેન્તી અને દિલીપ ત્યાં આવેલ અને માથાકૂટ કરેલ બાદ બંનેએ સાધુને હાથે અને પગે વીજ કરંટ આપી નાસી ગયા હતા.
બાદ તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંદિરની જગ્યા પચાવી પાડવા માટે આ કૃત્ય કર્યું હોવાનો સાધુએ આક્ષેપ કર્યો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy