વેરાવળ,તા.8
કોંગી ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે ભાજપે બોગસ વોટિંગ કરાવ્યું છે. જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવાએ પરીવાર સાથે વતન સુપાસીમાં મતદાન કર્યુ હતું અને મતદાન બાદ કોંગી ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ગંભીર આક્ષેપો કરી જણાવેલ કે, ભાજપના ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ અને માળિયામાં દિલીપ સિસોદિયા નામના વ્યક્તિઓ દ્વારા બોગસ વોટીંગ કરાવતા હોવાના સાથે કોંગ્રેસના એજન્ટોને ધમકાવી રહ્યાના આક્ષેપો લગાવ્યા હતા. ચૂંટણી તંત્રમાં પણ અમુક અધિકારીઓ તટસ્થ રીતે કામ કરે છે જ્યારે અમુક અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોવાના પણ આક્ષેપ હીરાભાઇ જોટવાએ લગાવ્યા હતા.(તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy