મનીપ્લસ મંડળીનો સંચાલક અલ્પેશ દોંગા મંડપ સર્વિસના ધંધાર્થીના 11 લાખ ઓળવી ગયો

Local | Rajkot | 19 April, 2024 | 04:42 PM
શ્રમજીવી સોસાયટીમાંમાં રહેતાં રજાકભાઈ સમાએ મોટા વળતરની લાલચે રૂ।0 લાખનું રોકાણ કર્યા બાદ આરોપીએ મંડળીમાં રૂપિયા જમા કરાવવાના બદલે પોતે વાપરી નાખ્યા
સાંજ સમાચાર

►જીલ્લા રજીસ્ટ્રારમાં અરજી કરતાં આરોપીએ કટકે કટકે 9 લાખ પરત આપી બાકીના રૂપિયાના હાથ ઊંચા કરી દીધા: માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જેતપુર જેલમાં બંધ આરોપીનો કબ્જો લેવા તજવીજ હાથ ધરી

રાજકોટ. તા.19
મવડી મેઈન રોડ, શિવ શક્તિ ડેરીની સામે આવેલ શ્રી મનીપ્લસ શરફી મંડળીના સંચાલક સામે વધું એક છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો. શ્રમજીવી સોસાયટીમાંમાં રહેતાં મંડપ સર્વિસના ધંધાર્થીના મોટા વળતરની લાલચમાં રોકેલા 20 લાખ ઓળવી ગયા બાદ ભોગ બનનારે જીલ્લા રજીસ્ટ્રારમાં અરજી કરતાં આરોપીએ કટકે કટકે 9 લાખ પરત આપી બાકીના રૂ।1 લાખ પરત ન આપી છેતરપીંડી આચરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાંમાં રહેતાં રજાકભાઈ ખમીશાભાઈ સમા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ ગોપાલ ડોંગા (રહે. શ્રી મનીપ્લસ શરફી મંડળી મવડી મેઈન રોડ, શિવ શક્તિ ડેરીની સામે આરએમસી શોપિંગ સેન્ટરમાં આવેલ ઓફીસ) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ દેવપરા મેઇન રોડ પ્રણામી ચોકમાં સમા મંડપ સર્વિસ નામે ડેલો ધરાવી મંડપ સર્વિસનુ કામ કરે છે. અગાઉ તેઓ જંગલેશ્વર પ્રણામી ચોકમાં રહેતાં હતાં ત્યારે  શેરીમાં શ્રી મની પ્લસ શરાફી સહકાર મંડળીના એજન્ટ દિલીપભાઇ સોરઠીયા પ્રણામી ચોકમાં તેમજ આજુબાજુમાં ડેઇલી બચતનું કલેકશન કરવા આવતા હોય જેથી તેઓ પરીચયમાં આવેલા અને તેઓએ વાત કરેલ કે, હું શ્રી મની પ્લસ શરાફી મંડળીમાં એજન્ટ છું. મંડળીના મેનેજીંગ ડાયરેકટર અલ્પેશ દોંગા છે. આ મંડળીમાં રૂપીયા રોકાણ કરવાથી તેમાં સારો એવો નફો મળશે તેવી વાત કરેલ હતી. 

જેથી વર્ષ 2015 માં તેઓને મંડળીમાં રૂપીયાનું રોકાણ કરવું હોય જેથી દીલીપભાઈ સોરઠીયાને વાતચીત કરતા તેઓ શ્રી મની પ્લસ શરાફી મંડળીની ઓફીસે લઈ ગયેલ હતા. ત્યા મંડળીની ઓફીસે અલ્પેશ દોંગા મળેલ અને તેને છ વર્ષે રૂપીયા ડબલ કરવાની એક સ્કીમ સમજાવેલ અને સ્કીમમાં રૂપીયા રોકવાથી સારો એવો નફો મળશે તેવું જણાવેલ હતું. ત્યારબાદ તા.08/06/2015 ના રોકડા રૂ. 20 લાખ લઇ શ્રી મની પ્લસ શરાફી મંડળીની ઓફીસે ગયેલ અને અલ્પેશ દોંગાને મળી  મંડળીમાં 6 વર્ષે રૂપીયા ડબલ કરવાની સ્કીમમાં મુકવા રૂ.20 લાખ રોકડા આપેલા અને તેને મંડળીની થાપણની પહોંચ નં.166 ની આપેલ હતી. 

ત્યારબાદ તા.08/06/2021 આ રકમ પાકતી હતી અને રૂ.40 લાખ રકમના થતા હતા પરંતુ વર્ષ 2019 ના વર્ષમાં ધંધાના ઉપયોગ માટે રૂપીયાની જરૂરીયાત હોય જેથી તા.21/05/2019 ના રોકાણ કરેલ રૂ. 20 લાખની એફ.ડી. તોડી રૂપીયા પરત માંગતા આ તેમને રોકાણ કરેલ રૂપીયાનો હીસાબ કરી આપી રૂ. 29,80 લાખ પરત મળશે તેવું જણાવેલ અને થોડા સમયમાં જ તમારા રૂપીયા ડબલ થઈ જશે તો રાહ જુઓ પરંતુ જે-તે વખતે તેઓને રૂપીયાની જરૂરીયાત હોય જેથી આરોપીએ વર્ષ 2019-20 માં કટકે-કટકે રૂ. 9 લાખ પરત આપેલા હતા. બાકીના રૂપીયા અવાર-નવાર પરત માંગવા છતા આપતા ન હોય અને બહાનાઓ બતાવતા હોય

જેથી તેમના વિરૂધ્ધ જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીની કચેરીમાં અરજી કરેલ હતી. જે અરજી બાદ તપાસ કરતા જાણવા મળેલ કે, અલ્પેશ દોંગાની શ્રી મની પ્લસ શરાફી મંડળીમાં રૂ।0 લાખનું રોકાણ તેઓએ તેની મંડળીમાં નહીં પરંતુ તેના પોતાના ઉપયોગ માટે રાખેલ હતાં.

તેની મંડળીમાં રોકાણ કરેલ રૂપીયાનો ઓડીટ હિસાબમાં ક્યાંય બતાવેલ ન હતો. જેથી જીલ્લા રજીસ્ટ્રારની કચેરીમાંથી જાણવા મળેલ કે, આ અલ્પેશ દોંગાએ શ્રી મની પ્લસ શરાફી મંડળીના નામે તેઓની પાસેથી રૂ।0 લાખનું રોકાણ કરાવી જે રૂપીયા તેઓની મંડળીમાં નહી રોકી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હતી. જે બાદ તેને કટકે-કટકે રૂ। લાખ પરત આપી બાકીના રૂ.11 લાખ અવાર-નવાર પરત માંગવા છતા પરત નહી આપી છેતરપીંડી કરી હતી. 

બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી હાલ જેતપુર જેલમાં હોવાથી ત્યાંથી કબ્જો મેળવવા પીએસઆઈ ડી. એસ.ગજેરા અને ટીમે તજવીજ હાથ ધરી હતી.

►અલ્પેશ દોંગાએ જેતપુરના બ્રાન્ચ સંચાલકને રૂપિયા પરત ન આપતા આપઘાત કરી લીધો ’તા

રાજકોટ. તા.19
આરોપી મનીપ્લસ મંડળીના સંચાલક અલ્પેશ દોંગાએ જેતપુર બ્રાન્ચમાં નોકરી કરતાં વિનુભાઈ પાદરિયાએ તેના પરિચિતો પાસે પેઢીમાં રૂપિયા રોકાણ કરાવ્યાં બાદ આરોપીએ રૂપીયા આપવાની ના પાડતાં કંટાળેલા વિનુભાઈ પાદરિયાએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ફરીયાદ નોંધાતા અલ્પેશ દોંગાની ધરપકડ કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj