ધોરાજી, તા. 23
ધોરાજી માનવ સેવા યુવક મંડળની અમેરિકાના નિષ્ણાંત ડોકટરોએ મુલાકાત લઇ માનવ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.
ધોરાજીમાં માનવ સેવા યુવક મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ જેવી કે દેહદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, બીનવારસદાર મૃત વ્યકિતઓની અંતિમક્રિયા, મેડીકલ કેમ્પો અને રાષ્ટ્રીય કાર્યક્રમમાં મહત્વનું યોગદાન. સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડ ખાતે ઠંડા પીવાનું પાણીનું પરબ, કોફીન સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેની માહિતીઓ અમેરિકાના નિષ્ણાંત ડો. ઝેક મારમેસ્કા (એમ.ડી.) લારગો હોસ્પિટલ ટેમ્પા ફલોરીડા અને ડો. સિધ્ધિ પટેલ (એમ.ડી. ફલોરીડા) અને ડો. સિધ્ધિ પટેલ એનેસ્થેટીક ઓકશનર હેલ્થ હોસ્પિટલ ન્યુ ઓરલેન્સ લુસીયાના અને નિત પોલ બાયો મેડીકલ એન્જીનીયર સાન્ડીયાગો કેલીફોર્નિયા સહિતનાઓને આપવામાં આવી હતી. આ નિષ્ણાંતોએ શુભેચ્છા મુલાકાત લઇ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી મેળવેલ અને સંસ્થાના સેવાભાવીઓને અમેરિકા આવવા આમંત્રણ ાપેલ હતું.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી સહિતનાઓએ અમેરિકાના નિષ્ણાંત ડોકટરોની ટીમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરેલ હતા. આ તકે સરકારી હોસ્પિટલના સેવાભાવી ડો. રાજ બેરા, રાજુભાઇ અને જીગાભાઇ હાજર રહેલ હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે માનવ સેવા યુવક મંડળ દ્વારા ટુંક સમયમાં રપપ ચક્ષુદાન, સ્કીન ડોનેશન સહિતની કામગીરી કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy