ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભર્યું

અમિત શાહ પાસે 20 કરોડની જંગમ સંપતિ, પોતાના નામની કોઈ કાર નથી, તેમના સામે ત્રણ ગુન્હા છે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 20 April, 2024 | 11:39 AM
તેમની આવકના સ્ત્રોતોમાં સાંસદનો પગાર, મકાન-જમીન ભાડાની આવક, ખેતીની આવક અને શેર ડિવિડન્ડની આવકનો સમાવેશ થાય છે.
સાંજ સમાચાર

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ભાજપની પરંપરાગત બેઠક ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે.

ગાંધીનગર બેઠક માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ અમિત શાહે કહ્યું કે જે સીટનું પ્રતિનિધિત્વ લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કરતા હતા તે સીટનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે લોકો માટે ઘણું કામ કર્યું છે.

શુક્રવારે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તેમનું સોગંદનામું સમાચારોમાં છે. વાસ્તવમાં, ઉમેદવારી નોંધાવતી વખતે અમિત શાહે કહ્યું હતું કે તેમની પાસે પોતાની કાર નથી અને તેઓ વ્યવસાય તરીકે ખેતી કરે છે અને એક સામાજિક કાર્યકર પણ છે.

તેમની આવકના સ્ત્રોતોમાં સાંસદનો પગાર, મકાન-જમીન ભાડાની આવક, ખેતીની આવક અને શેર ડિવિડન્ડની આવકનો સમાવેશ થાય છે. આ સાથે તેણે એ પણ નોંધ્યું છે કે તેની સામે 3 ગુનાહિત કેસ છે. 

ગૃહમંત્રીએ તેમના સોગંદનામામાં ઉલ્લેખ :
 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હજુ પણ પોતાની કાર નથી
20 કરોડની જંગમ સંપત્તિ જ્યારે 16 કરોડની સ્થાવર સંપત્તિ
અમિત શાહ પાસે હજુ પણ રૂ15.77 લાખની લોન છે
તેમની પાસે માત્ર 24,164 રોકડ છે .
અમિત શાહ પાસે 72 લાખની જ્વેલરી છે, જેમાંથી તેમણે માત્ર 8.76 લાખની ખરીદી કરી છે. 
તેમની પત્ની પાસે 1.10 કરોડની જ્વેલરી છે, જેમાં 1620 ગ્રામ સોનું અને 63 કેરેટ હીરાનો સમાવેશ થાય છે. 
વર્ષ 2022-23માં અમિત શાહની વાર્ષિક આવક 75.09 લાખ છે
તેમની પત્નીની વાર્ષિક આવક 39.54 લાખ છે.
અમિત શાહે પોતાનો વ્યવસાય ખેતી અને સામાજિક કાર્યકર તરીકે જાહેર કર્યો છે તેમની સામે 3 ગુનાહિત કેસ નોંધાયેલા છે.
તેમની આવકના સ્ત્રોતોમાં સાંસદનો પગાર, મકાન-જમીન ભાડાની આવક, ખેતીની આવક અને શેર ડિવિડન્ડની આવકનો સમાવેશ થાય છે.
તેમની પત્નીની જંગમ સંપત્તિ 22.46 કરોડની છે, સ્થાવર સંપત્તિ 9 કરોડની છે, તેમની પાસે 26.32 લાખની લોન પણ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj