અમરેલીના નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ સંચાલિત ગોળ હોસ્પિટલમાં ફીઝીશ્યન વિભાગના ડો. જાગૃતિ ચાંડપા દ્વારા રામનવમીનાં પવિત્ર દિને ગરીબ દર્દીઓનાં હિતમાં હેલ્થ ચેકઅપ પેકેજ જાહેર કરેલ છે. જેમાં રૂપિયા 200 માં સિલ્વર, રૂપિયા 675માં ગોલ્ડ અને રૂપિયા 1175 માં પ્લેટિનમ પ્લાનનો સમાવેશ થાય છે.
સિલ્વર પ્લાનમાં બીપી, આરબીએસ અને સીબસીની તપાસ કરાશે ગોલ્ડ પ્લાનમાં બીપી, સીબીસી, ઈસીજી, લિપિડ પ્રોફાઈલ અને સુગર આરબીએસ અને પ્લેટિનમ પ્લાનમાં ઈસીજી, ઈકો, એકસ-રે સહિતની સારવાર કરાશે અને ગમે તે સમયે ડોકટર દ્વારા મોબાઈલ ઉપર વિના મુલ્યે માર્ગદર્શન અપાશે.
વરિષ્ઠ નાગરિકો માટે આ હેલ્થ પેકેજ ઘણું જ ઉપાયોગી સાબિત થશે. આ તકે દિલીપ સંઘાણી, મનીષ સંઘાણી ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy