ચેક રીટર્ન કેસમાં આરોપીને છ માસની સજા તથા દસ હજારનો દંડ ફટકારતી અમરેલી કોર્ટ

Crime | Amreli | 20 April, 2024 | 11:36 AM
સાંજ સમાચાર

(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી, તા. 20

અમરેલીના રહીશ હિતેશભાઈ નરેન્દ્રભાઈ જોશી બગસરા મુકામે દિંત નો શોરૂમ ધરાવતા હોય બગસરા માં રહેતા અજય રસિકલાલ ગઢીયા તેમના શોરૂમ અવારનવાર આવતા હોય જેથી બંને વચ્ચે મિત્રતાના સંબંધો થયેલા અને આ સંબંધની રુએ આરોપી અજયભાઈ રસિકલાલ ગઢીયા એ ફરિયાદી હિતેશભાઈ પાસેથી રૂપિયા 48000 પુરા હાથ ઉછીના લીધેલા અને બદલામાં તેની બેંક એક્સિસ બેન્ક લિમિટેડ બગસરા શાખાનો ચેક ફરિયાદી હિતેશભાઈ ને આપેલ ત્યારબાદ હાથ ઊંચીની રકમ પરત નહી આપતા ફરિયાદી હિતેશભાઈ આરોપી આપેલ ચેક પોતાની બેંકમાં જમા કરાવતા આ ચેક એકાઉન્ટ ક્લોઝના સેરા સાથે પરત ફરેલ. 

ત્યારબાદ ફરિયાદીએ તેમના વકીલ મારફતે આરોપી અજયભાઈને નોટિસ મોકલતા આરોપીએ પૈસા પરત નહિ આપતા આખરે ફરિયાદીએ અમરેલીની ચિપકોટ સમક્ષ આરોપી વિરુદ્ધ નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરેલી. સદરહું ફરિયાદમાં ફરિયાદી તરફે વિસાવદરના વકીલ અતુલ ડી દવે તથા અમરેલીના વકીલ ઉમેશ એમ તેરૈયા બંને રોકાયેલ હતા આ કેસ નામદાર કોર્ટ સમક્ષ ચાલી જતા તારીખ 16-4-2024ના રોજ અમરેલીના ત્રીજા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે. બી. પરમારે ફરિયાદીના વકીલની ધારદાર રજૂઆતોને ધ્યાને લઈને આ કામના આરોપીને તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા તથા રૂપિયા 10,000 નો દંડ તથા ચેક મુજબની રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj