અમરેલી જિલ્લામાં પ્રથમ બે કલાકમાં 9.13 ટકા મતદાન નોંધાયું

Local | Amreli | 07 May, 2024 | 02:38 PM
ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ જરખીયા ગામે અને કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુંમરે વાવડી રોડ ગામે મતદાન કર્યુ: પરેશ ધાનાણીએ અમરેલી ખાતે મતદાન કર્યું: વહેલી સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.7
અમરેલી જિલ્લા લોકસભા બેઠકમાં આજે મતદાનના દિવસે વહેલી સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ બે કલાકમાં અમરેલી જિલ્લામાં 9.13 ટકા મતદાન નોંધાયું હતું.આજે સવારના 7 થી 9 કલાક સુધીમાં ધારી 8.60, અમરેલી 8.65, લાઠી 9.18, સાવરકુંડલા 8.38, રાજુલા 10.21, મહુવા 9.04, ગારીયાધાર 9.83 ટકા મતદાન નોંધાયું હતું.પ્રથમ બે કલાકમાં સૌથી વધુ રાજુલામાં 10.21 ટકા સૌથી ઓછુ સાવરકુંડલા 8.38 ટકા મતદાન નોધાયું હતું.

અમરેલી લોકસભા બેઠકમાટે આજે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે ભારે ગરમી વચ્ચે પણ પ્રથમ બે કલાકમાં અમરેલી બેઠકમાં 9-13 ટકા મતદાન થવા પામેલ છે.

રાજકોટના ભાજપી ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ અમરેલી તાલુકાના ઇશ્વરીયા ખાતે પોતાના પરિવાર સાથે જઈ અને મતદાન કર્યું હતું. જ્યારે તેમના હરીફ કોંગ્રસ ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીના બહારપરા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યા બાદ બંને રાજકોટ લોકસભા મતવિસ્તારમાં જવા રવાના થયા હતા.
અમરેલીના લોકસભાના ભાજપી ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ પણ પોતાના વતન એવા લાઠી તાલુકાના ઝરખિયાં ગામે મતદાન કર્યું હતું.

જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર જૈનીબેન ઠુંમર, તેમના પિતા વીરજીભાઈ ઠુંમર તથા માત નીલાબેન ઠુંમર સાથે કુંકાવાવ તાલુકાના વાવડી રોડ ગામે મતદાન કર્યું હતું.સમરા જિલ્લામાં મતદાન પ્રકિયા શાંતિપૂર્ણ વ્યવસ્થા આગળ ધપી રહી છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.  દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે વ્હીલચેર, લાવવા-લઇ જવા માટેની સુવિધા, દિવ્યાંગ, વરિષ્ઠ અને સગર્ભાઓને મતદાન માટે પ્રાથમિકતા મળી રહે તે માટે જુદી-જુદી લાઇનની સુવિધા રહેશે.

80 ઉપરની વયના મતદારો અને 40 ટકા કરતા વધુની દિવ્યાંગતાધરાવતા હોય તેવા મતદારોએલાવવા-લઇ જવા માટેની સુવિધા મેળવવા માટે અગાઉ સુવિધા એપ પર અરજી કરી હોય  તેમને લાવવા-લઇ જવા માટેની સુવિધા (ફ્રી ટ્રાન્સપોર્ટેશન) સુવિધા ઉપલબ્ધ થશે.

જિલ્લા ચૂંટણી અધિકારી દહિયાએ ઉમેર્યુ કે, હિટવેવ બાબતે સૂચના અનુસાર દર્શાવવામાં આવેલી બાબતોની તૈયારીઓ કરવામાં આવી છે. 194 ઝોનલ ઓફિસર અને 194 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, 4,050 પોલીંગ સ્ટાફ, 3,560 ફિમેલ પોલીંગ સ્ટાફ, 1,841 બી.એલ.ઓ, અંદાજે 1,100 ડિસ્પેચીંગ રિસિવીંગ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે. ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે તેમને ઈડીસી (ઈલેકશન ડયુટી સર્ટીફિકેટ) ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

જિલ્લા વિકાસ અધિકારી પંડયાએ જણાવ્યુ કે, સમગ્ર જિલ્લામાં સિસ્ટેમેટીક વોટર્સ એજયુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસિપેશન (સ્વીપ) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (ટીપ) અંતર્ગત મતદાન જાગૃત્તિ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj