બાઈકનું લીવર ચોટી જતાં અકસ્માત સર્જાયો, યુવકનું મોત

Local | Rajkot | 07 May, 2024 | 05:26 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.7 
બાઈકનું લીવર ચોટી જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દેવપરાના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવની વિગત મુજબ દેવપરામાં રહેતો અમીતભાઈ મનસુખભાઈ ભાલાળા (ઉ.વ.35) ગત રોજ સાંજનાં સમયે પોતાનું બાઈક લઈને જતો હતો દરમિયાન થોરાળાની 29 નંબરની શાળા પાસે બાઈકનું લીવર ચોટી જતાં બાઈક રિક્ષા સાથે અથડાયું હતું.

જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તુરંત યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj