વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Local | Morbi | 23 April, 2024 | 02:22 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.23 
મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના કર્મચારીઓને મોરબી જિલ્લાના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જિજ્ઞાસાબેન કણસાગરા, ચંદ્રકાંત વામજા તથા જયેશ વાઘેલાને મળેલી ખાનગી બાતમી આધારે આરોપી શાહીદ શેરમહોમદ (32) રહે. ભુંડવાસ તાલુકો ફીરોજપુર (હરીયાણા) વાળાની ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ રોલસ્ટાર ગ્રેનીટો સીરામીક કારખાના પાસેથી અટકાયત કરવામાં આવી હતી અને આ આરોપીને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયા ની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી
 

મારા મારીમાં ઇજા
મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા દિનેશભાઈ ધોબી (48) નામના યુવાનને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે
 

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના લાલપર ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં આવેલ એસેટ સિરામિક કારખાના ખાતે રહેતા ભુજંગીભાઈ ગયાપ્રસાદ (40) નામના યુવાનને પાવર હાઉસ અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.સે. ડાંગર ચલાવી રહ્યા છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj