ગોંડલના શિક્ષણવિદ્ દંપતીએ યુવાન પુત્રનો જન્મદિન શાળાનાં બાળકો સાથે ઉજવ્યો

Local | Gondal | 09 May, 2024 | 11:55 AM
100 બાળકોને રિસ્ટવોચ, ફૂટપટ્ટી, બોલપેન રબ્બરની શૈક્ષણિક કીટનું વિતરણ
સાંજ સમાચાર

ગોંડલ,તા.9
ગોંડલની તન્ના એજ્યુકેશન કેમ્પસ શાળા ના સંચાલક મધુસુદન તન્ના અને દર્શનાબેન તન્ના ના પુત્ર જીત તન્નાનો જન્મ દિવસ ભારતીય સંસ્કૃતિ ને અનુસરીને, ખોટા ખર્ચ કરી પાર્ટી રાખીને ઉજવણી કરવાને બદલે ભોજરાજપરાના ખીજડાવાળા મામાદેવ મંદિરના મહંત પૂજ્ય ચંદુબાપુ દેશાણીની પ્રેરણા અને આશીર્વાદથી ગોંડલ તાલુકાની પાંચિયાવદર સિમ શાળાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા ગરીબ પરિવારના જરૂરિયાતમંદ 100 વિદ્યાર્થી ભાઈઓને બુશર્ટ, દીકરીઓને ફ્રોકપેટીકોટ ડ્રેસ, તમામ ને ડિજિટલ રિસ્ટવોચ, પેન્સીલ, ફૂટપટ્ટી, બોલપેન, શાર્પનર, રબરની શૈક્ષણિક કીટ, દ્રાયફ્રુટ બુંદી, ગાંઠિયાનો નાસ્તો તેમજ વિવિધ ઉપયોગી વસ્તુઓ ભેટ આપી નાના નાના બાળકોમાં રહેલા ઈશ્વરને રાજી કરીને દરેક બાળકોને પગે લાગી તેમના આશીર્વાદ લઈને ચિ.જીત તન્ના અને પત્ની રાજવી તન્નાએ પૂજ્ય ચંદુબાપુ દેશાણી, મધુસુદન તન્ના, દર્શનાબેન તન્ના, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, હિતેશભાઈ પંડ્યાની ઉપસ્થિતિ સાથે જન્મ દિવસની ભારતિય સંસ્કૃતિ મુજબ બાળકોમાં રહેલા દરિદ્રનારાયન ભગવાન ને રાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે ગોંડલ ખીજડાવાળા મામાદેવ મંદિર ના મહંત પૂજ્ય ચંદુબાપુ દેશાણી એ તમામ વિદ્યાર્થીઓને પગેલાગી ને તેમનું જીવન વિદ્યા થકી અભ્યાસ થી ઉજ્જવળ બનાવવાના આશીર્વચન પાઠવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj