જુનાગઢ તા.27
આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જુનાગઢ રોટરી કલબ અને સંગ્રાહક દ્વારા પ્રાચીન સિકકાનો
પ્રારંભ કરાયો છે.
જેમાં ગુપ્તકાળ, મુધલ, અંગ્રેજ- ભારતના રાજા-રજવાડાઓ સમયના અંદાજીત 1500 જેટલા સિકકાઓ તેના ઈતિહાસ સાથે જોવા મળશે. જુનાગઢના વિદ્યાર્થીઓ તેમજ લોકો પ્રાચીન સિકકા અને તેનો ઈતિહાસ વિશે વાકેફ થઈ શકે તે માટે રોટરી કલબ અને સિકકા સંગ્રહ કરનાર ભાવેશભાઈ વસવેલીયા, કમલેશભાઈ કોરડીયાના ઉપક્રમે આજે તા.27/4 અને 28/4ના જુનાગભઢ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે ભારતીય સિકકાનું પ્રદર્શન સવારે 10 કલાકે ઉદઘાટન કરાયું છે જે બે દિવસ સુધી સાંજના 7 કલાક સુધી ખુલ્લુ મુકાયું છે.
ગુપ્તકાળના બે હજાર વર્ષના પ્રાચીન સિકકા, સોનાના સિકકા, મુધલ સમયના સિકકા, અંગ્રેજો તેમજ દેશના જુદા જુદા રાજા રજવાડાઓ મળી કુલ 1500 સિકકાઓનો ઈતિહાસ જાણવા મળશે. કોઈ સરકારે ખાસ દિવસે બહાર પાડેલ સિકકાઓ પણ જોવા મળશે.
આ સિકકાઓ લોકો તેમજ બાળકોને જાણકારી તેમજ કુતુહલ સંતોષનારૂ બની શકશે. બે દિવસ સુધી ચાલનાર પ્રદર્શન વિનામૂલ્યે યોજવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy