મોરબીના શનાળા રોડે વિશ્વકર્મા સોસાયટીના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત

Local | Morbi | 06 May, 2024 | 02:02 PM
સાંજ સમાચાર

 (જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 6
 મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરીયા જાતે બોરિચા (59) ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નકલંગ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની વિક્રમભાઈ વાસુરભાઈ જીલરીયા જાતે બોરીચા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
 

બાઇક સ્લીપ
મોરબીના રવાપર ગામે રહેતા રાકેશભાઈ શિવલાલભાઈ મેતલીયા (30) નામનો યુવાન બાઈક લઈને મોરબીના પીપળી રોડ ઉપર આવે સીટીઆર્ટની સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવે છે
 

અકસ્માતમાં ઇજા

મૂળ એમપીના ખાણશીલાનો રહેવાસી જીતેન્દ્ર બાબુભાઈ (27)ને મોરબી તાલુકાના લાલપર ગામ પાસે હતો ત્યારે કોઈ કારણોસર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી અને ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવે છે

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj