અમદાવાદ,તા.7
આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકાનું મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં વોટિંગ હોવાથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાણીપ ખાતેના મતદાન મથક પર નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં. આ ભીડમાં નાનાથી લઈને વૃદ્ધાઓ સુધી દરેકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.મતદાન કરી બહાર આવી નરેન્દ્ર મોદીએ દરેક લોકોએ અભિવાદન પાઠવ્યા હતા.આ દરમ્યાન ભીડમાં હાજર વૃદ્ધ મહિલાએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને હાથમાં રક્ષાસૂત્ર બાંધીને ઉવરણા લીધા હતા.ત્યારે વડાપ્રધાનએ વૃદ્ધાને પ્રમાણે કર્યા હતાં.આ સાથે ભીડમાં ઉપસ્થિત દરેક લોકોને આવી કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy