વડાપ્રધાનની સભાના માર્ગો ઉપર ટ્રાફિક બંધ અંગે જાહેરનામું

Local | Jamnagar | 01 May, 2024 | 03:52 PM
સાંજ સમાચાર

જામનગર તા.1
આગામી તા.02/05/2024ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય મહાનુભાવના પ્રાવસ રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.02/05/2024 ના રોજ અમુક રૂટ/રસ્તા બંધ કરવા જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, જામનગરના તા.30/04/2024ના પત્ર નં. કઈં.ઇ./જાહેરનામુ/ કઈં.ઇ./જાહેરનામુ/1819/2024 થી દરખાસ્ત મળેલ છે. ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવની સલામતીની દ્રષ્ટીએ પોલીસ અધિક્ષક, જામનગર તરફથી મળેલ દરખાસ્ત વ્યાજબી અને ઉચિત જણાય છે.

જેથી  ભાવેશ એન.ખેર, જી.એ.એસ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 (1) (ખ) હેઠળ મળેલ સત્તાની રુઈએ આથી ફરમાવું છું કે, કોષ્ટકના કોલમ નં. (2) મુજબનો રૂટ/રસ્તો, કોલમ નં. (3) મુબની વૈકલ્પિક રૂટની વ્યવસ્થા સાથે તમાગ પ્રકારના વાહન ચાલકો માટે તા.02/05/2024ના 12.00 કલાકથી 21.00 કલાક સુધી બંધ રહેશે.

જેમાં ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી ગુરુદ્વારા સર્કલથી તુલશી હોટેલ- લાલ બંગલા સર્કલ સુધી.. વિનુ માંકડના સ્ટેચ્યુથી તુલશી હોટલ સુધી. તુલશી હોટલથી લીંબડા લાઈન- તીનબતી સુધી, ચેતક ટ્રાવેલર્સ-મીગ કોલોનીથી પત્રકાર કોલોની સુધી. સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ- એરફોર્સ ગેઇટ સુધીનો રસ્તો વૈકલ્પીક રૂટ સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ તરફનો ડાયવર્ઝન રુટ હાલ-તીનબત્તી-અંબર સર્કલ સુધીનો ડાયવર્ઝન રૂટ ગુરૂદ્વારા સર્કલથી અંબર ચોકડી સર્કલ ઝુલેલાલ મંદીર- તીનબતી થઈ બેંડી ગેઇટ તરફ જવાનો રસ્તો. તળાવના પાછળના ભાગના રોડ પર થઈ જય માતાજી હોટલ તરફ રસ્તો સમર્પણ સર્કલ તરફ આવતા વાહનો માટે ખંભાળીયા બાયપસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની- પવનચકડી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ ખંભાળીયા બાયપાસ-લાલપુર બાયપાસ- ઠેબા ચોકડી-ખીજડીયા બાયપાસ થઇ ગુલાબનગર તરફનો ડાયવર્ઝન રૂટ, પંચવટી સર્કલથી સંતોષી માતાજીના મંદીર તરફ આવતા વાહનો માટે સત્યમ હોલટથી સત્યસાંઈ સ્કુલ-જોગર્સ પાર્ક થઈ ડી.કે.વી. સર્કલ તરફનો ડાયવર્ઝન રૂટ.
 સભા સ્થળ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે ખંભાળીયા બાયપાસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની- પવનચક્કી-એસ.ટી. ડેપો ડ્રોપ પોઇન્ટ સુધી, તેમજ સભા સ્થળ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે ખીજડીયા બાયપાસથી ઠેબા ચોકડી-લાલપુર બાયપાસ-સાધના, કોલોની-પવનચક્કી સર્કલ-એસ.ટી. ડેપો ડ્રોપ પોઇન્ટ સુધી.

ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ, સદરહું રસ્તાઓ પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઇ કરી અવરજવર માટે બંદોબસ્ત ઇન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે.કોર્ટ કાર્યવાહી માટે તેમજ લાલ બંગલા આસપાસની સરકારી કચેરીમાં અગત્યના કામે આવતા કર્મચારી/અધિકારી/વકીલો તથા સામાન્ય લોકોની ખરાઈ કરીને અવર-જવરની વૈકલ્પિક રસ્તા પરથી જરૂરી મૂક્તિ આપવાની રહેશે.આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(6) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલીક અસરથી અમલમાં લાવવામાં આવે છે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે સંબંધિત થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં 
આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj