રાજકોટ તા.27
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ પ્રા.શાળા વિદ્યાલય તેમજ પ્લેહાઉસના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ વાર્ષિકોત્સવ નિમિતે શાળામાં રાસ-ગરબા ડાન્સ નાટક જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ તેમજ શાળાના 30માં વર્ષમાં મંગલપ્રવેશ અંતર્ગત ફ્રિમાં લકકી ડ્રોનું આયોજન કરાયુ હતું.
તેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામ જાહેર કરાયા હતા તેમજ રાખડી સ્પર્ધા, રંગોળીસ્પર્ધા, ચિત્રસ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરેલ.
આ કાર્યક્રમનો આરંભ શાળાના સંચાલક રાજેશભાઈ કે. સિંધવના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવેલ હતું. કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમજ કાર્યક્રમ પુર્ણ થતા શાળા તરફથી નાસ્તો, ગોલાપાર્ટી તેમજ સમુહભોજનની મજા માણેક હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક રાજેનભાઈ કે. સિંધવ, યુ.આર.મેનોન, પ્રશાંતભાઈ આર. સિંધવ, હિરેનભાઈ ટંકારીયા, વિજયભાઈ ચાવડીયા, પારસભાઈ આર. સિંધવ, રાહુલભાઈ, વિકાસભાઈ, ભરતભાઈ તેમજ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy