શાપર પુલ પાસે પાર્ક ડમ્પરની પાછળ બીજું ડમ્પર ધડાકાભેર ઘુસી ગયું : ચાલક રમેશ પટેલીયાનું મોત

Local | Rajkot | 26 April, 2024 | 11:48 AM
♦ બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
સાંજ સમાચાર

♦ હાઇવે પર જોખમી રીતે ડમ્પર પાર્ક કરનાર ચાલક સામે શાપર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

 

રાજકોટ, તા.26
શાપર પાસે ગઈકાલે સર્જાયેલ અકસ્માતમાં યુવકને સારવાર કારગત નીવડે તે પહેલા દમ તોડી દીધો હતો. શાપર પુલ પાસે પડેલ ટ્રક પાછળ બીજો ટ્રક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. 

ફરિયાદી મનીષભાઈ સરદારભાઈ પટેલીયા (ઉ.વ.31 રહે. કોઠારીયા મેઈન રોડ સી.એન.જી.પંપની સામે કોઠારીયાગામથી આગળ શ્રીરામ વાટીકા કીષ્ના એન્ટરપ્રાઇઝના ડેલામાં તા.જી. રાજકોટ મુળ.રહે. મીથાલી, જી.પંચમહાલ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું ડ્રાઇવીંગ કરું છું. અમે બે ભાઈ તથા ત્રણ બહેન છીએ. જેમાં સૌથી મોટા રમેશભાઈ (ઉ.વ.41) હતા. તેમને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે.

મારા ભાઈ રમેશભાઈ કીષ્ના એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં છેલ્લા બે વર્ષથી ડમ્પર ટ્રકનું ડ્રાઇવીંગ કરતા હતા. ગતરોજ બપોરના આશરે ત્રણેક વાગ્યે હું રાજકોટ કોઠારીયા રોડ ઉપર આવેલ કીષ્ના એન્ટરપ્રાઇઝના ડેલામાં હતો. ત્યારે મારા શેઠ દેવાયતભાઈ ડાંગરનો મને ફોન આવેલ કે તારા ભાઇ રમેશનું રાજકોટથી ગોંડલ જતા હાઈવે પર ગોદાવરી ગેઇટ સામે શાપરનો પુલ ઉતરતા અકસ્માત થયેલ છે.

જેથી હું તથા મારા કુટુંબીકાકા દલપતભાઇ પટેલીયા તુરંત ઘટના સ્થળે પહોંચતા તે જગ્યાએ બે ડમ્પર અકસ્માત થયેલ હાલતમાં હતા. જેમા આગળના ડમ્પરની પાછળ બીજુ ડમ્પર ભટકાયેલ હતું. અને આ ડમ્પરમાં આગળના ભાગે નુકસાન થયેલ અને ડમ્પરની ડ્રાઇવર સાઇડમાં ડ્રાઇવરની સીટ ઉપર મારો ભાઇ રમેશના બંન્ને પગ દબાઈ ગયેલ હતા.

ભારે મહેનત બાદ મારા ભાઇને ડમ્પરની કેબીનમાંથી બહાર કાઢી તુરંત 108 મારફત શાપર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બનવાનું કારણ એ છે કે, મારા ભાઈ રમેશભાઈ ટ્રક નં- જીજે-3- બીઝેડ- 7606 લઈને રાજકોટથી રીબડા માટી ભરવા જતા હતા.  ત્યારે શાપર પુલ પાસે જીજે- 12-બીવાય- 9354 નંબરનું ડમ્પર ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે ઉભું રાખેલું હતું.

જે ડમ્પર પાછળ મારા ભાઈનું ડમ્પર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રાફીકને અડચણ રૂપ થાય તે રીતે ટ્રક ઉભો રાખેલ ટ્રક ચાલક વિરુદ્ધ શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj