બાબરા જીઆઇડીસીમાં સવારે ફરી આગ : કંપનીમાં અમરેલીથી ફાયર ફાઈટરો દોડ્યા

Local | Amreli | 04 May, 2024 | 11:08 AM
અઠવાડીયામાં બીજી ઘટના : કારણ અને નુકસાન અંગે તપાસ ચાલુ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા)
અમરેલી તા.4
બાબરા નજીક આવેલ જી.આઇ.ડી.સી.માં આજે અચાનક વિકરાળ આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આગને કાબુમાં લેવાં માટે બાબરા અમરેલી સહિતના ફાયર ફાયટર દોડી ગયા હતાં અને મહામહેનતે આગને કાબુમાં લીધી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બાબરા નજીક આવેલ જી.આઇ.ડી.સી.માં આવેલ લોખંડ મેલ્ટ કરતી અજુહા કંપનીમાં આજે વહેલી સવારે અચાનક લાગી વિકરાળ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી આગને કાબુમાં લેવાં માટે બાબરા અમરેલી સહિતના ફાયર ફાયટર દોડી ગયા હતાં અને મહામહેનતે આગને કાબુમાં લીધી હતી. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે. આગને કારણે કેટલું નુકશાન થવા પામેલ છે તે હજુ સુધી જાહેર થવા પામેલ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીના  કારણે આગની ઘટનામાં તોતિંગ વધારો જોવા મળેલ છે જેને લઈ ફાયર વિભાગ આગને કાબુમાં લેવાં માટે ભારે જહેમત ઉઠાવે છે. ત્યારે ગણતરીના દિવસો પહેલાં પણ બાબરાની જી.આઇ.ડી.સી.માં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે પણ અમરેલી ફાયર દોડીજઈ આગને કાબુમાં લીધી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj