આવતીકાલથી ફરી આકરી ગરમીનો રાઉન્ડ

Gujarat, Saurashtra | Rajkot | 23 April, 2024 | 11:30 AM
પવનની દિશા બદલાશે: ઉત્તર-પૂર્વનાં સુકા પવનોથી તાપમાન ક્રમશ: 40થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજવાળા પવનોનાં કારણે કાળઝાળ ગરમીમાં રાહત રહી હતી. જો કે હવે આવતીકાલથી ફરી પવનની દિશા બદલાશે અને ઉત્તર પૂર્વના સુકા પવનો શરૂ થશે આથી આવતીકાલથી ફરી સર્વત્ર ગરમીમાં ક્રમશ: વધારો થશે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આવતી તા.30 સુધી ગરમી વધશે અને ક્રમશ: 40થી 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જશે.

દરમ્યાન ગઈકાલે પણ રાજયમાં ગરમીમાં આંશિક રાહત રહેવા પામી હતી. ગઈકાલે રાજકોટમાં 38.6, સુરેન્દ્રનગરમાં 38.7, પોરબંદરમાં 34 તથા અમદાવાદમાં 39, અમરેલીમાં 39, વડોદરામાં 37.8, ભાવનગરમાં 38.2, ભૂજમાં 37.6, છોટા ઉદેપુરમાં 36.9, ડિસામાં 37.8, દિવમાં 35.6 અને દ્વારકા ખાતે 30.6, ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

જયારે જામનગરમાં 1.2 ડિગ્રીના  આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર તીવ્ર ગતિએ પવન ફૂંકાવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી વધ્યું હતું.

જામનગરમાં છેલ્લા પાંચેક દિવસથી તેજીલા- પવન ફૂંકાવાનો દૌર ચાલી રહ્યો છે. જે  મંગળવારે પણ યથાવત રહ્યો હતો. શહેરમાં પવનની ગતિ પ્રતિકલાકની 12.2 કિ.મી.ની રહેવા પામી હતી. શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમીયાન નહીંવત  ઘટાડા સાથે મહત્તમ તાપમાન 33 ડિગ્રી પારો નોંધાયો હતો.

જ્યારે અઢી ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 12.2 કિમિ નોંધાઇ હતી.

શહેરમાં તેજીલા વાયરાઓની સાથે-સાથે મિશ્ર વાતાવરણનો દોર પણ ચાલી રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડક તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે. ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી. રહી છે. જેના કારણે તાવ સહિતના કેસમાં વધારો થયો છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું. પવનને કારણે સવારે અને રાત્રિના લોકોએ ઠંડક અનુભવી હતી. બપોરે ગરમી અને સવારે ઠંડકને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj