150 ફુટ રીંગ રોડ બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતી વધુ એક કારનો વિડીયો વાયરલ થયો

Local | Rajkot | 16 April, 2024 | 04:43 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 16
 

સોશ્યલ મીડિયામાં સક્રિય રહેવા અને ફોલોઅર્સ વધારવા માટે યુવાનો કાયદાનો ભંગ કરીને પણ વાહનો પ્રતિબંધિત બીઆરટીએસ રૂટ પર ચલાવી વિડીયો ઉતારી રીલ્સ સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા હોય છે. ત્યારે વધુ એક કાર ચાલકે 1પ0 ફુટ રીંગ, બીઆરટીએસ રૂટ પર પુરપાટ કાર ચલાવી વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામમાં મુકતા માલવીયાનગર પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી કાર ચાલક હર્ષ વાઘેલાની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ.વી.ચાવડા તેમજ કોન્સ્ટેબલ સંજયભાઇને  સોશ્યલ મીડિયામાં 1પ0 ફુટ રીંગ રોડ, બીગ બાઝાર અને નાના મવા સર્કલની વચ્ચે પ્રતિબંધીત બીઆરટીએસ કોરીડોર પર એક વ્યકિત કાર ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવતા તાત્કાલીક વિડીયોમાં દેખાતા વ્યકિતને શોધવા સાયબર ક્રાઇમની મદદ લઇ તપાસ કરતા તે વિડીયોમાં દેખાતો કાર ચાલક હર્ષ ભાવેશ વાઘેલા (ઉ.વ.ર1, રહે. પ્રજાપતિ સોસાયટી, શેરી નં.ર) હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તાત્કાલીક સ્ટાફે આરોપી સામે ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી પુછપરછ કરતા પોતે વિડીયો પોતાના આઇફોનમાં ઉતારી વાયરલ કરવા માટે ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં અપલોડ કર્યા હોવાની કબુલાત આપી હતી.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj