ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા લોકસભા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે ત્યારે પોરબંદર લોકસભા બેઠક લડી રહેલા ભાજપના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયાએ જબરી રેલી યોજીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે જ પોરબંદર ધારાસભા પેટા ચૂંટણી લડી રહેલા અર્જુનભાઇ મોઢવાડીયાએ ઉમેદવારી કરી હતી. બીજી તરફ ભરુચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે એક તબકકે પોતાની એસી કાર પડતી મુકીને ટે્રકટરમાં બેસીને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા અને તેઓ આ પૂર્વે જાહેરસભાને સંબોધતા લાગણીસીલ થઇ ગયા હતા. જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મારવીયાએ પણ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના અગ્રણીઓ સાથે જઇને ઉમેદવારી નોંધાવી હતી. સુરેન્દ્રનગરમાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઋત્વીક મકવાણા ફોર્મ ભરતા સમયે તેમના ટેકેદારોની વિશાળ સંખ્યા જોઇને ભાવવિભોર થઇ ગયા હતા અને સૌનો આભાર માન્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy