રાજકોટ તા.18
રાજકોટ નજીક આવેલા પારડી ગામે વેલનાથ સોસાયટીમાં બાઈકને સાઈડ આપવા બાબતે માથાકૂટ થઈ જતા એક મહિલા અને બે યુવક ઘવાયા હતા. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં દાખલ રમાબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.48)ના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રમાબેનનો દીકરો ઉમેશ (ઉ.22) શાપરની યુ-ફલો કંપનીમાં નોકરી કરે છે. ગત સાંજે છ વાગ્યે તે નોકરી પતાવી બાઈક પર ઘરે આવતો હતો ત્યારે સામે વાળા વિજય અને રવિ પણ બાઈક પર આવતા હતા. રસ્તા પર બાઈક સામ સામે આવી જતા સાઈડ આપવા બાબતે બોલાચાલી થતા વિજય અને રવિએ ઝપાઝપી કરી હતી.
જે વાત ઉમેરો ઘરે આવી માતા પિતાને કરતા પ્રવિણભાઈ અને રમાબેન સમજાવવા માટે વિજયના ઘરે ગયા હતા. જયાં સાંજે પોણા સાત વાગ્યા આસપાસ વિજય અને રવિએ ફરી માર મારતા રમાબેન અને ઉમેશને ઈજા થઈ હતી. બન્ને સિવિલમાં દાખલ થયા હતા.
સામાપક્ષે સમીરભાઈ શંકરભાઈ ગોસ્વામી (ઉ.37, રહે. વેલનાથ સોસાયટી, પારડી ગામ)એ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફને આક્ષેપ કરતા જણાવેલ કે પ્રવિણભાઈ અને તેની સાથેના અજાણ્યા માણસોએ માર માર્યો હતો. પોલીસે એન્ટ્રી નોંધી વધુ તપાસ હાથ દરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy