(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27
2 મેએ વડાપ્રધાનના કાર્યક્રમ પહેલાં મૂળી અને ચોટીલાના બે રીઢા આરોપી 10 હથિયાર વેચે તે પહેલા અમદાવાદથી એટીએસના હાથે પકડાયા. ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ(એટીએસ)એ અમદાવાદના નારોલથી મૂળીના વેલાળા અને ચોટીલાના બે શખસો અને મધ્યપ્રદેશના માસ્ટર માઇન્ડ સહિત 6 શખસોને પકડી લીધા છે.
આ કેસનો મુખ્ય આરોપી 35 હજારમાં ખરીદેલી પિસ્તોલ સુરેન્દ્રનગરના બે શખસોને રૂ.55 હજારમાં વેચતો હતો. જે બાદ આ બંને શખસો જેવો ગ્રાહક તેવી કિંમત નક્કી કરી રૂ.1.50 લાખ સુધી વસૂલતાં હતા.
અમદાવાદમાં હથિયારના મોટા જથ્થાની ડિલવરી થવાની હકીકત મળતા એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીએસઆઇ વી.આર.જાડેજા સહિતની ટીમે મૂળીના વગડીયાના વિપુલ વેલાભાઇ સાનીયા, ચોટીલાના મનોજ ગીરીશભાઇ ચૌહાણ, એમ.પીના શિવમ ડામોર, પ્રવિણ શ્રીવાસ્તવ અને રાજકોટના રાજુ સરવૈયા, સંજય મેરને 25 હથિયાર અને 90 જીવતા કારતુસ સાથે પકડી લીધા હતા.
તેમાં વેલાળાનો વિપુલ હથિયાર વેચવાની પેરવીમાં હતો ત્યારે એટીએસના હાથે પકડાઇ ગયો છે. આમ લોકસભાની ચૂંટણી ટાણે આટલો મોટો હથિયારનો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો છે. આ હથિયાર કોને વહેચવાના હતા, તેનો ઉપયોગ ચૂંટણી સમયે કે પરિણામ બાદ કરવાનો હતો કે નહી તેની પણ એટીએસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy