આર્ટ ઓફ લીવીંગ દ્વારા વાસદ આશ્રમ ખાતે 9થી 18 વર્ષના બાળકો માટે આગામી તા.5થી 9 સુધી સમર કેમ્પનું આયોજન

Local | Rajkot | 23 April, 2024 | 04:31 PM
સાંજ સમાચાર

રાજકોય તા.23
 આગામી તા.5થી 9 સુધી મહીસાગર નદીના કિનારે આર્ટ ઓફ લીવીંગનું વાસદ આશ્રમ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટ ઓફ લીવીંગના સ્થાપક હીઝ હોલીનેસ શ્રી રવિશંકરજીના અનુયાયી ક્રિષ્ના કોટકનાં સાનિધ્યમાં કરવામાં આવશે.
 

આ સમર કેમ્પમાં આર્ટ ઓફ લીવીંગના ઉત્કર્ષ યોગા (આર્ટ એકસેલ) અને મેઘા યોગા લેવલ-1 (યજ્ઞ કોર્ષ) કરાવવામાં આવશે. શિબિરમાં 9થી 18 વર્ષના બાળકો-તરૂણો ભાગ લઈ શકશે. જેમાં સુદર્શનક્રિયા, ધ્યાન યોગા પ્રાણાયામ, હિસ્ટોરીકલ સ્ટોરી, આઉટડોર ગેમ્સ, ઈન્ડોર ગમ્સ, ફુડ અવેરનેસ શિખવવામાં આવશે. જેના કારણે બાળકોના આત્મવિશ્ર્વાસ, એકાગ્રતા વધે છે. આ કેમ્પમાં ગ્રુપ એકટીવીટી દ્વારા લીડરશીપ એકટીવીટી, માનવીય મૂલ્યોની સમજ, ટાઈમ મેનેજમેન્ટ, રિલેશનશીપ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ શિખવવામાં આવે છે.

 5-9 મેનાં આ સમર કેમ્પ દરમ્યાન બાળકોને એકસ્ટ્રા એકટીવીટી પણ કરાવવામાં આવશે. જેમાં ડાન્સ, ડ્રામા, કલેઆર્ટ, ટ્રેકિંગ, વીલેજટ્રીપ, ફનસ્ટ્રીટ, આર્ચરી, ટ્રેઝરહન્ટ, રેઈન ડાન્સ જેવી વિવિધ એકટીવીટી પણ કરાવવામાં આવશે. થીમ શો, ટેલેન્ટ શો, કલ્ચરલ એકટીવીટી અને બલૂન શો આ કેમ્પનું આકર્ષણ રહેશે.

 ક્રિષ્ના કોટકના જણાવ્યા મુજબ આ દરેક એકટીવીટી અને ગેમ્સ એ રીતે ડીઝાઈન કરવામાં આવ્યા છે કે જેનાથી બાળકોની એકાગ્રતા, આત્મવિશ્ર્વાસમાં વધારો થાય. બાળકોમાં તેમના માતા-પિતાની રિસ્પેકટ કરી તેને સમજતા થઈ શકે. વ્યસનથી દૂર રહે અને જીવનની દરેક પરિસ્થિતિને સરળતાથી સ્માઈલ સાથે પસાર કરી શકે એ હેતુ છે. સમર કેમ્પની વધુ માહિતી માટે સમર કેમ્પનાં આયોજક ક્રિષ્ના કોટક 98256 55522નો સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj