સુરેન્દ્રનગરમાં ટ્રાફિકને અડચણરૂપ 11 જેટલા બાઈક કરાયા ટોઈંગ

Local | Surendaranagar | 20 April, 2024 | 01:10 PM
ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ તા.20
સુરેન્દ્રનગર શહેરના રસ્તા ઉપરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અને નિયમનો ભંગ કરીને પાર્ક કરવામાં આવેલા 11 બાઇક ટોઇંગ કરાયા હતા. .

સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યા હતી. આ સમસ્યા દૂર કરવા માટે રસ્તા ઉપર ઉભા રહેતા શાકભાજી,કટલેરી સહિતની લારીઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે. જેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. પોલીસ દ્વારા ખીજડીયા હનુમાનરોડ, જવાહરચોક, પતરાવાળી હોટલ, દેરાસર રોડ સહિતના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયુ છે.

શહેરના રસ્તા ઉપર લોકો પોતાના બાઇક વ્યવસ્થિત પાર્ક કરે તે માટે સફેદ પટ્ટા પણ લગાવવામાં આવ્યા છે.આટલુ જ નહી પરંતુ નિયમનો ભંગ કરીને બાઇકો મુકતા લોકોના વાહનો ટોઇંગ કરવા માટેની પણ ખાસ ઝુંબેશ હાથ ધરી છે. પાર્ક કરેલા 11 બાઇકને ટોઇંગ કર્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj