નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતો કંટ્રોલ રૂમ

સુરેન્દ્રનગરમાં નાગરીકોના ચૂંટણીલક્ષી 323 જેટલા પ્રશ્નોના તત્કાલ હકારાત્મક ઉકેલ કરાયા

Local | Surendaranagar | 23 April, 2024 | 01:33 PM
આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધાવવાનું સબળું માધ્યમ બન્યું સી-વિજિલ એપ: 100 મિનિટમાં જ આવે છે ઉકેલ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 અંતર્ગત  સુરેન્દ્રનગર જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટના નેતૃત્વમાં કેન્દ્રિય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પૂરી સજ્જતા સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. 

ટેકનોલોજીના આ યુગમાં, આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે,  ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને આદર્શ આચારસંહિતાને લગતી ફરિયાદો કે નાગરિકોની ચૂંટણીલક્ષી ફરિયાદો કે સમસ્યાઓના નિવારણ માટે કલેકટર કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ચૂંટણી પંચની સુચના અનુસાર, ચૂંટણીમાં ગેરરીતિ અટકાવવા માટે જિલ્લામાં સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) એપ, ટોલ ફ્રી નંબર 1800-233-0582, 1800-233-1723, 1800-233-0582 તથા કંટ્રોલ રૂમ નંબર - 02752 287300 કાર્યરત છે. આ ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ 24 કલાક ચાલુ રહે છે અને કોઈ પણ નાગરિક 24 કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગને લગતા કોઈ પણ કિસ્સાની ફરિયાદો તેના પર નોંધાવી શકે છે.

આ માટે રાઉન્ડ ધ કલોક ફરજ માટે ત્રણ પાળીમાં 2-2-2 કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે. આ કંટ્રોલરૂમમાં તા.16 માર્ચના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેથી અત્યારસુધીમાં એટલે કે, તા.20 એપ્રિલ સુધીમાં ચૂંટણીલક્ષી 323 જેટલા પ્રશ્નો મળ્યા હતા, જેનો તત્કાલ હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ કોલ મતદાર ઓળખપત્ર (ઊઙઈંઈ), મતદાર યાદી સંબંધિત, મતદાર કાપલી સંબંધિત આવેલા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સી-વિજિલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 44 ફરિયાદો આવેલી છે, જેનું 100 મિનીટ જેટલા ટૂંકા સમયગાળામાં જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પાંચેય વિધાનસભા બેઠક મુજબ જોઈએ તો, ચોટીલા વિધાનસભામાંથી 09, દસાડા વિધાનસભામાં 06, ધાંગધ્રા વિધાનસભામાં 04, લીંબડી વિધાનસભામાં 06, વઢવાણ વિધાનસભામાં 19 ફરિયાદો નોંધાઈ હતી. તદુપરાંત ચૂંટણીલક્ષી સમસ્યા કે જાણકારી માટે કાર્યરત 1950 ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ઉપર 160, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ (એન.જી.એસ.પી.) પોર્ટલ ઉપર 119 ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોને ગણતરીની મિનિટોમાં સત્વરે ઉકેલવામાં આવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj