રાજકોટ, તા.27
રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન વોકળા સફાઈ અંતર્ગત ગત તા.24ના રોજ વોર્ડ નં.1, 3, 4, 7, 10 અને 15માં આવેલ વોકળાની સફાઈ કરવામાં આવી હતી.
પૂર્વ ઝોનના વોર્ડ નં.4 વોર્ડ ઓફીસની બાજુમાં અને સગર શેરી, બેડીપરા વોકળામાં સફાઈની કામગીરી, વોર્ડ નં.15 જિલ્લાના નાલે વોકળામાં સફાઈ કરાઇ. મધ્ય ઝોનના વોર્ડ નં.3 હંસરાજ નગર બસ સ્ટોપ સામે જેસીબી ડમ્પર દ્વારા વોકળા સફાઈ વોર્ડ નં.3 ગાયકવાડી સુલભ પાછળ વોકળા સફાઈ, વોર્ડ નં.7 જનકલ્યાણ હોલ સામે વોકળા સફાઈ, વોર્ડ નં.7 મનહર પ્લોટ 7 વોકળાનો કચરો કાઢવામાં આવ્યો હતો તેમજ પશ્ચિમવોર્ડ નં.10 રૂડાનગર વોકળા મેન્યુલ તથા ઉંઈઇ ડમ્પર દ્વારા સફાઈ, વોર્ડ નં.1 જામનગર રોડ, ઘંટેશ્વર સૈનિક સ્કૂલ સરદારજી સાફા વાળા સામે ઉંઈઇ ડમ્પર દ્વારા વોકળા સફાઈ કરવામાં આવેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy