સુરતની એ ફાઈવસ્ટાર હોટેલમાં સ્ક્રીપ્ટ મુજબ ‘ઓપરેશન કોંગ્રેસ’ થયું

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Surat | 23 April, 2024 | 03:11 PM
અપક્ષોને રાજી કરવા તમામ સતાઓ અપાઈ હતી એક કેસમાં પોલીસની પણ ‘સેવા’ લેવાઈ
સાંજ સમાચાર

રાજકોટ: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ ચુંટણી પાછળનો સમગ્ર રાજકીય ડ્રામા બહાર આવી ગયા છે અને નિલેષ કુંભાણીએ ઉમેદવારી નોંધાવી તે સાથે જ સુરતની એક ફાઈવ સ્ટાર હોટેલમાં ‘રૂમ’ બુક થઈ ગયો હતો.

પ્રથમ તો કુંભાણીના ટેકેદાર તરીકે કોંગ્રેસના કોઈ જાણીતા નેતાઓ કે વફાદાર કાર્યકર્તાઓ નહી તેમના જ નજીકના સંબંધી જ ઉમેદવારી ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરે તે નિશ્ચિત કરાયું અને ત્યાં સુધી કાળજી લેવાઈ હતી કે તેઓ કોઈ ઉમેદવારી સમયે વિડીયોમાં આવે નહી જેથી બાદમાં અમારી સહી નથી તેમ કહી શકાય.

આ બાદમાં તેમના ડમીના ઉમેદવારી ફોર્મમાં પણ ટેકેદારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જે બાદ ઉમેદવારી નોંધાયા બાદ છેક શુક્રવારે જીલ્લા સુધી અધિકારી સમક્ષ ટેકેદારો પહોંચ્યા અને સોગંદનામા પર ઉમેદવારી ફોર્મમાં અમારી સહી નથી તેવું જણાવીને કોંગ્રેસને પહેલો આંચકો આપ્યો હતો.

જો કે કુંભાણી તે સમયે જરાપણ વિચલીત જણાતા ન હતા તે પણ સૂચક છે અને જીલ્લા ચુંટણી અધિકારીએ કુંભાણીને શા માટે તેમનું ફોર્મ રદ ના કરવું તેવી નોટીસ આપી અને પછી તેમના સહી કરનાર ટેકેદારો હાજર ન રહે તે પણ નિશ્ચિત થયુ અને કુંભાણીની અને તેના ડમી બન્નેની ઉમેદવારી રદ થઈ હતી.

બાદમાં ફાઈવ સ્ટાર હોટલમાં સુરત ભાજપના બે નેતાઓ ગોઠવાયા હતા અને તેઓને તમામ બસપાના ઉમેદવાર સહિત તમામ અપક્ષોના ફોર્મ પણ પાછા ખેંચાઈ જાય તે નિશ્ચિત કરવા તમામ ‘સતા’ઓ આપવામાં આવી. આ ઉમેદવારો ભાગ્યે જ જાણીતા હતા પણ અને તેથી તેમના આસપાસના સમાજના અને તે રીતે સંપર્ક ધરાવતા લોકોને કામગીરી સોંપવામાં આવી અને એક બાદ એક અપક્ષોને ફોર્મ પરત ખેંચવા રાજી થઈ જાય તે રીતે સમજાવી દેવાયા.

ગઈકાલે તેમની સાથે એક એસ્કોર્ટને મોકલાયો અને તે ફોર્મ પાછું ખેંચી લે તે નિશ્ચિત કરાયું. અંતિમ બે ઉમેદવાર જેમાં એક બસપાના હતા તેઓને શોધવામાં સમજાવવામાં થોડો વિલંબ થયો અને એકાદ માટે પોલીસની પણ ‘સેવા’ લેવામાં આવી અને ‘બુટલેગર્સ’ બનાવી દેવાની ધમકી પણ અપાઈ અને એને તમામ આઠ ઉમેદવારો ખસી ગયા હતા અને મુકેશ દલાલ સીધા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ‘આશિર્વાદ’ લેવા પહોંચી ગયા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj