રાજુલાનાં ભેરાઇ ગામે ચુનાવ પાઠશાળા દ્વારા મહિલાઓને મતદાન માટે જાગૃત કરાયા

Local | Amreli | 25 April, 2024 | 01:00 PM
સાંજ સમાચાર

રાજુલા, તા.25
રાજુલા તાલુકાની ભેરાઈ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરી મહિલાઓનુ મતદાન વધે અને મતદાન અંગેની જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો કરવામા આવેલ.

ચુનાવ પાઠશાળાના આયોજન થકી મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે વોટર ટર્ન આઉટ પ્લાન મુજબ ભેરાઈ ગામે બે બુથોમા પુરુષ અને સ્ત્રી મતદારોના મતદાનમાં 10 ટકાનો તફાવત હોય મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરીયા,ભેરાઈ પ્રાથમિક શાળાના આચાર્ય અરશીભાઈ જાલોંધરા અને બી.એલ.ઓ.દર્શનાબેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓ અને લોકોને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ભગુભાઈ નકુમ અને માધવીબેન જોષી દ્વારા મતદાન જાગૃતિ માટેના શપથ લેવડાવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.નિલેશભાઈ કલસરીયા, શાળાના આચાર્ય અરશીભાઈ જાલોંધરા, તલાટી કમ મંત્રી ભગુભાઈ નકુમ,બી.એલ.ઓ.,આરોગ્ય અને આંગણવાડી સ્ટાફ તેમજ વાલાભાઈ રામ અને આતુભાઈ રામ સહિતના ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj