રાજકોટ, તા.19
સર્વોદય કેળવણી સમાજ’ સંચાલિત એમ.એન્ડ એન.વિરાણી સાયન્સ (ઓટોનોમસ) કોલેજ વર્ષોથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક ગુણવત્તા અને ઉત્તરોત્તર માળખાકીય સુવિધાઓવાળું શિક્ષણ નિરંતર પૂરી પાડતી રહી છે.
અધ્યાપન અને સંશોધન જ નહીં, ’પેપર રિસાયક્લિંગ યુનિટ’- પરિવર્તન, ’એગ્રી વેસ્ટ ટુ વેલ્થ પ્રોજેકટ્સ - સર્જન, ’ક્ધસયુમર કેમિકલ’ - સમર્થ તથા ’ટેરેસ ગાર્ડનિંગ’ - નિરામય વગેરે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના પ્રકલ્પોથી વિદ્યાર્થીઓ સામાજિક અને શૈક્ષણિક ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે તેમજ કોલેજની એન.સી.સી., એન.એસ.એસ. તથા સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ વિદ્યાર્થીઓને તંદુરસ્ત બનાવતી રહે છે.
આ રીતના શિક્ષણકાર્યથી વિદ્યાર્થીઓ પોતાના જીવનજગતમાં સફળતાના દરેક સોપાનો સર કરી રહ્યા છે. નવીનતા, નૈતૃત્વ અને વ્યવસ્થાપન તેમજ નામાંકિત કંપનીઓના કેમ્પસ ઇન્ટરવ્યૂ જેવી સતત ચાલતી પ્રવૃતિઓને લીધે ભણતર દરમ્યાન જ વિદ્યાર્થીઓને સારી એવી જોબ મળી જાય છે. આ સઘળી પ્રવૃતિઓને જોતા એમ. એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજને ગઅઅઈ સાઇકલમાં દર વખતે ઉચ્ચ A+ તથા A++ ગ્રેડ પ્રાપ્ત થતો આવ્યો છે.
‘સર્વોદય કેળવણી સમાજ’ના સેક્રેટરી પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના માર્ગદર્શન અને આશીર્વાદથી આ વર્ષ 2023-24 માં પણ એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજને પ્રિન્સીપાલ ડો. કાર્તિક લાડવાની અધ્યક્ષતામાં A+ ગ્રેડ અંકિત થતા કોલેજના પ્રોફેસરો, વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ, શેક્ષણિક અને અને બિન-શૈક્ષણિક સ્ટાફ વગેરે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy