રાજકોટ, તા.8
શહેરના રેસકોર્સ રિંગ રોડ નજીક આવેલા સરકારી પ્રેસમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા જયરાજ સુરેશ સોલંકી(ઉ.વ.23, રહે. પરસાણાનગર, શેરી નં.11) ઉપર હુમલો થતા તે ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
તેણે કરેલા આક્ષેપ મુજબ, તે બપોરે 2 વાગ્યા આસપાસ સરકારી પ્રેસમાં હતો ત્યારે રમેશ, મનોજ અને તોરલે ઝઘડો કરી, ઢીકા પાટુનો માર મારતા માથે-શરીરે ઇજા થઇ હતી. પોલીસને જાણ થતાં નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy